કોંગ્રેસના નેતા ગુડ્ડુ ચૌહાન અને અનીસ ખાને માંગણી મૂકી હતી કે, કરીના યુવાનો વચ્ચે ખૂબ પોપ્યુલર છે અને આવામાં યુવાનો તેને વોટ આપશે. સાથે જ કરીના મંસૂર અલી ખાન પટૌડીની પુત્રવધુ છે. પટૌડીના નવાબ સૈફ અલી ખાનની બેગમ છે. આ તમામ વાતો પણ તેના ફેવરમાં કામ કરશે. પટૌડી પરિવારનો આ શહેર સાથે ખૂબ લગાવ રહ્યો છે.
2/3
કરીના કપૂરે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, આ સમાચારોમાં કશું સત્ય નથી. મને આ માટે સંપર્ક પણ કરાયો નથી. મારું ફોક્સ ફક્ત મારી ફિલ્મો પર જ છે. કરીનાનું નિવેદન સામે આવ્યા બાદ આ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે, તેની ઈલેક્શન લડવાની વાત માત્ર અફવા છે.
3/3
મુંબઈ: તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી શાનદાર સફળતા બાદ પાર્ટીના કેટલાંક નેતાઓએ મધ્યપ્રદેશ માટે માંગ કરી છે કે, અભિનેત્રી અને પટૌડીની પુત્રવધુ કરીના કપૂર ખાનને ભોપાલમાંથી લોકસભાની ચૂંટણી લડાવવી જોઈએ. સવારથી આવા સમાચારની ચર્ચા ચાલી રહી હતી. હવે આ બાબતે કરીના કપૂરે આખો દિવસ જવાબ આપ્યો ન હતો જોકે સાંજે સમજી-વિચારીને કરિનાએ એક નિવેદન આપ્યું હતું.