શોધખોળ કરો

રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ

બિલ્ડીંગ પરમિશન, કમ્પલેન એન્ડ ગ્રીવીયન્સ, મેરેજ રજીસ્ટ્રેશન, પ્રોપર્ટી ટેક્સ, , હોલ બુકિંગ, પ્રોફેશનલ ટેક્સ, શોપ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ, એસ્ટેટ મેનેજમેન્ટ, વોટર ડ્રેનેજ વગેરે વિવિધ સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ

eNagar portal: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ષ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેમણે નાગરિકોની સુખાકારી માટે ટેકનોલોજી આધારિત અનેક મહત્વના પગલાં લીધા હતા. નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં અમલી વિવિધ યોજનાઓને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા નાગરિકો સુધી ઝડપથી અને કાર્યક્ષમ રીતે પહોંચાડી ખરા અર્થમાં "સુશાસન"ની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાન  દ્વારા શરૂ કરવામાં આવેલા "ગુડ ગવર્નન્સ"ને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂબ અસરકારક રીતે નાગરિકો સુધી પહોંચાડીને સાચા અર્થમાં 'સુશાસન'ની  અનુભૂતિ કરાવી રહ્યા છે.

કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં આજે મહત્તમ યોજનાઓ નાગરિકોને આંગળીના ટેરવે મળતી થઈ ગઈ છે. ગુજરાત આજે ઇ-ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓમાં અગ્રગણ્ય રાજ્ય બન્યું છે, જેમાં મહત્વની એક ડિજિટલ યોજના એટલે "eNagar".

શહેરોમાં વસતા નાગરિકોના ભાગદોડભર્યા જીવનમાં ઝડપી સેવાઓ આપતું કેન્દ્રિય ડિજિટલ પ્લેટફોર્મ "ઇ-નગર" ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ મુખ્યત્વે ૦૯ મોડ્યુલ્સ અને ૪૨ જેટલી સેવાઓ પૂરી પાડે છે, જેમાં નાગરિકોને ઓનલાઇન મેરેજ રજીસ્ટ્રેશન, પ્રોપર્ટી ટેક્સ, બિલ્ડિંગ પરમીશન, હોલ બુકિંગ, પ્રોફેશનલ ટેક્સ, એસ્ટેટ મેનેજમેન્ટ, પાણી અને ગટરની સેવાઓ, લાયસન્સ, ફરિયાદો વગેરે વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે. ઓનલાઈન પ્લેટફોર્મ થકી નાગરિકોને સરળ, સમય તથા નાણાની બચત, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવાઓ મળી રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સ અંતર્ગત તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને સમાન પ્લેટફોર્મ પર લાવવા માટે રાજ્ય સરકારે ઇ-નગર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ કેન્દ્રીયકૃત પ્લેટફોર્મ પર વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા નાગરિકોની અરજીઓનો યોગ્ય અને સમયસર ઉકેલ લાવવામાં આવે છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ઇ-નગર પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત શહેરી વિકાસ મિશનની નિમણૂક કરી છે. જે અંતર્ગત રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઇ-નગર પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ નગરજનો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે  છે તેમ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો....

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget