નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીમાં આતંકવાદીઓ પોતાની કરતૂતોને બંધ કરવાનુ નામ નથી લેતા, જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકીઓએ ભારતીય સેનાની ગાડીઓને નિશાન બનાવતા આઇઇડી બ્લાસ્ટ કર્યા છે. જ્યારે આવા બીજા હુમલામાં પુલવામામાં એક જવાન સહિત બે લોકોના મોત થયા છે.
3/5
4/5
પોલીસે જણાવ્યું કે, રમજાનના પાક મહિનામાં કોઇપણ પ્રકારની કાર્યવાહી ના કરવાના કેન્દ્રના આદેશ બાદ આ પહેલો આતંકવાદી હુમલો છે. તેમને જણાવ્યું કે, આતંકવાદીઓએ પુલવામા જિલ્લાના કાકાપોરા સ્થિત 50 નેશનલ રાયફલના કેમ્પ પર હુમલો કર્યો, જેમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. અથડામણ દરમિયાન બિલાલ અહેમદ નામનો એક નાગરિક પણ ઘાયલ થયો હતો. બન્ને ઘાયલોને હૉસ્પીટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા, જ્યાં તેમનુ મૃત્યું થઇ ગયુ હતું.
5/5
ગઇરાત્રે અહીં પુલવામા જિલ્લામાં સેનાના એક કેમ્પ પર આતંકવાદીઓના એક ગ્રુપે ફાયરિંગ કરી દીધું, જેમાં એક સિવિલિયન અને એક જવાનનું મોત થઇ ગયું હતું. અધિકારીઓ અનુસાર, આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના કાકાપુરા સ્થિત 50 નેશનલ રાયફલના કેમ્પ પર ફાયરિંગ કર્યું હતું.