સરકારે કહ્યુ છે કે આમંત્રણ પત્ર સાથે મીઠાઇ કે ડ્રાયફુટ આપવા જોઇએ નહી સાથોસાથ સમારોહમાં ડીજે કે એમ્પ્લીફાયર્સનો સિમિત ઉપયોગ થવો જોઇએ. અધિકારી હોય કે રાજનેતા હવે કોઇને છૂટ નહી મળે.
2/4
સરકારે લોકોને અપીલ કરી હતી કે તેઓ ભોજનનો બગાડ ના કરે અને ખાવાલાયક ભોજન ગરીબો અને જરૂરીયાતમંદ વ્યક્તિઓને આપે. સરકારે કહ્યું કે, અમને ફરિયાદોમાં જાહેર અને ખાનગી સમારોહમાં વધુ ખર્ચ કરવા અને ખાદ્ય પદાર્થો બરબાદ થાય છે તેની માહિતી અપાતી હતી.
3/4
જમ્મુઃ જમ્મુ-કાશ્મીર સરકારે લગ્નસમારોહ અને બીજા આયોજનોને પર અનેક પ્રકારના નિયંત્રણો લગાવવાની જાહેરાત કરી છે. લગ્નસમારોહમાં થતાં ભોજનના બગાડને અટકાવવા માટે સરકારે અનેક પગલાઓ ભર્યા છે. કાશ્મીરમાં 1 એપ્રિલથી પુત્રીના લગ્ન માટે વધુમાં વધુ 500 મહેમાનોને આમંત્રણ આપી શકાશે જ્યારે પુત્રના લગ્ન માટે 400 મહેમાનોને આમંત્રિત કરી શકાશે.
4/4
સરકારે આદેશ આપ્યો હતો કે સગાઇ અને ઘરે યોજાતા અન્ય પ્રસંગોમાં પણ યજમાન વધુમાં વધુ 100 મહેમાનોને જ આમંત્રિત કરી શકશે. તે સિવાય તમામ સમારોહમાં વધુમાં વધુ સાત શાકાહાર સાથે જોડાયેલા વધુમાં વધુ ૭ પકવાન અને માંસાહાર સાથે જોડાયેલા વધુમાં વધુ ૭ વ્યંજન પીરસી શકાશે. આ સિવાય યજમાન વધુમાં વધુ બે સ્વીટ ડિશ પીરસી શકશે.