કર્ણાટકની અસર પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં પણ જોવા મળી છે. અહીં કૉંગ્રેસના પ્રતિનિધિમંડળે મણિપુરના કાર્યકારી રાજ્યપાલ જગદીશ મુખીને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. 60 બેઠકવાળી મણિપુર વિધાનસબામાં કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. અને ત્યા તેમના 28 ધારાસભ્ય છે અને તે વિપક્ષમાં છે. ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પહેલીવાર 21 સીટો પર જીત મેળવી હતી. અને બીજેપીને ગઠબંધનનો સાથે બહુમત હોવાના આધાર પર સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતુ અને સરકાર બનાવી હતી.
2/5
બેંગલુરુ: કર્ણાટકની રાજકીય અસર મણિપુર, બિહાર અને ગોવામાં પણ જોવા મળી રહી છે. મણિપુર અને ગોવામાં કૉંગ્રેસે સૌથી મોટી પાર્ટી હોવાથી રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. ત્યાં બિહારમાં પણ રાષ્ટ્રીય જનતા દળે કહ્યું કે, રાજ્યપાલ તેને સરકાર બનાવવાની તક આપે. ગોવા, બિહાર અને મણિપુરમાં ભાજપની નેતૃત્વવાળી એનડીએ ગંઠબંધનની સરકાર છે.
3/5
બીજી તરફ ગોવામાં પણ કૉંગ્રેસે સરકાર બનાવવાનો દાવો કર્યો છે. પાર્ટી પ્રતિનિધિમંડળે રાજ્યપાલ મૃદુલા સિન્હાને પત્ર સોંપીને સદનમાં બહુમત સાબિત કરવા આમંત્રણ આપવાની માંગ કરી છે. 40 બેઠકોવાળી ગોવા વિધાનસભા માટે ગત વર્ષે થેયલી ચૂંટણીમાં કૉંગ્રેસ 17 બેઠક જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. ત્યાં ભાજપને 13 બેઠક મળી હતી. છતાં પણ બાદમાં ગઠબંધન કરી ભાજપે સરકાર બનાવી લીધી.
4/5
બિહારના પૂર્વ-ઉપમુખ્યમંત્રી અને નેતા વિપક્ષ તેજસ્વી યાદવે આજે બિહારના રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. તેમણે રાજ્યપાલને પત્ર સોંપતા કહ્યું કે તેણે તેને સરકાર બનાવવાનું આમંત્રણ આપે. તેજસ્વી યાદવ સાથે કૉંગ્રેસ, વામદળ સહિત અન્ય દળોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. બિહારમાં 243 વિધાનસભા બેઠક છે, જેમાં આરજેડી 80 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી.
5/5
કૉંગ્રેસ અને અન્ય વિપક્ષ પાર્ટીનો તર્ક છે કે, જ્યારે કર્ણાટકમાં રાજ્યપાલે સૌથી મોટી પાર્ટી હોવાના આધાર પર ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે તો મણિપુર, બિહાર અને ગોવામાં તેમની સૌથી મોટી પાર્ટી છે. તેથી ત્યાં પણ કર્ણાટકની ફોર્મ્યુલા અપનાવી રાજ્યપાલ તેમને સરકાર બનાવવાની તક આપે.