Weather Forecast :બંગાળની ખાડીમાં ફરી સર્જાશે વાવાઝોડું , જાણો ગુજરાત પર માવઠાનું કેટલું સંકટ
બંગાળની ખાડીમાં ફરી એકવાર વધુ એક સિસ્ટમ એક્ટિવ થઇ છે. જે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. શુક્રવારે આ સિસ્ટમે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના પગલે ભારતીય હવામાન ખાતા દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

Gujarat Weather:હવામાન વિભાગના મોડલ મુજબ હાલ બે સિસ્ટમ આકાર લઇ રહી છે. એક બંગાળની ખાડીમાં અને બીજી અરબી સમુદ્રમાં. . તો આ બંને સિસ્ટમની ગુજરાત પર કેટલી અને કયારે અસર અનુભવાય તેના વિશે વિગતવાર જાણીએ. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ એક્ટિવ છે. આ સિસ્ટમ જો મજબૂતીથી આગળ વધશે તો ગુજરાત પર તેની અસર થઇ શકે છે. આ સિસ્ટમ 24 કલાકમાં લો પ્રેશરમાંથી ડિપ્રેશન બને અને ત્યાર બાદ 24 કલાક બાદ તે ડિપ ડિપ્રશનમાં ફેરવાશે. આ સિસ્ટમના કારણે આંઘ્રપ્રદેશ, તમિલનાડુ ઓડિશા, પશ્ચિમ બંગાળમાં તેની અસરથી વરસાદ વરસી શકે છે. જો આ સિસ્ટમ ટ્રેક બદલીને મહારાષ્ટ્ર તરફ આગળ વઘશે તો ગુજરાતના દરિયાકાંઠામાં વાતાવરણમાં પલટો આવી શકે થછે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસી શકે છે. 28 નવેમ્બરની આસપાસ રાજ્યમાં વાતાવરણમાં પલટાનો અનુમાન છે. બંગાળમાં સર્જાઇ રહેલી સિસ્ટમ કેટલી મજબુતીથી કઇ દિશામાં આગળ વધશે તેના પર રાજ્યના હવામાનનો આઘાર રહેલો છે. રાજ્યમાં ઠંડીની વાત કરીએ તો ગુજરાતમાં હજુ પણ હાડ થીજાવતી ઠંડીનું કોઇ શક્યતા નથી. તેનાથી ઉલ્ટું તાપમાન વધતાં દિવસમાં ગરમી અનુભવાશે અને માત્ર રાત્રે અને વહેલી સવારે ઠંડી અનુભવાય તેવો અનુમાન છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠાના સંકેત આપ્યાં છે. અંબાલાલ પટેલે આજથી જ રાજ્યમાં હવામાનમાં પલટાની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ ગુજરાતમાં 25 નવેમ્બર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં 26 નવેમ્બર.થી વાવાઝોડું સક્રિય થશે. બપોર બાદ રાજ્યના ઘણા ભાગમાં વાદળછાયા વાતાવરણનું અનુમાન છે. . આ ઉપરાંત ડિસેમ્બરના પ્રારંભે પણ માવઠાની શક્યતા છે. ડિસેમ્બરના પ્રારંભે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જવાથી 6થી 9 ડિસે. વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી કરીછે. 15થી 17 ડિસેમ્બરના ફરી વાદળછાયું વાતાવરણ સર્જાશે. 21 ડિસેમ્બરથી રાજ્યમાં ગાત્રો થીજાવતી ઠંડીની પણ અંબાલાલ પટેલ આગાહી કરી છે. જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ફરી પલટો આવશે, ચાલુ વર્ષે જાન્યુઆરીમાં પણ હવામાનમાં પલટાની સંભાવના છે.





















