શોધખોળ કરો
કર્ણાટક પેટાચૂંટણી: 4 બેઠકો પર કૉંગ્રેસ-JDS ગઠબંધનની જીત, માત્ર એક બેઠક પર ભાજપને મળી સફળતા
1/3

બેલ્લારી બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર વીએસ ઉગરપ્પા 2 લાખ કરતા વધારે મતોથી જીત મેળવી છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કૉંગ્રેસના કાર્યાલય પર એકબીજાને મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે. 2014 લોકસભા ચૂંટણીમાં આ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી. મંડયા લોકસભા બેઠક પવર જેડીએસના શિવરામેગોડાએ જીત મેળવી છે.
2/3

બેંગલુરૂ: કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધને લોકસભાની બે બેઠકો અને વિધાનસભાની બે બેઠકો પર જીત મેળવી છે. ભાજપને માત્ર એક લોકસભા બેઠક પર જીત મળી છે. ભાજપે શિમોગા બેઠક પર જીત મેળવી છે. આ બેઠક પર ભાજપના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાના પુત્ર રાધવેંદ્ર ઉમેદવાર હતા. કૉંગ્રેસના નેતા શિવકુમારે કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધનની જીત પર જનતાનો આભાર માન્યો હતો.
Published at : 06 Nov 2018 12:37 PM (IST)
View More





















