હાલમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 78.42 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈમાં 86.23 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં 69.30 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈમાં 73.78 રૂપિયા પ્રતિ લિટર છે.
2/4
ઈન્ડિયન ઓઇલ કંપનીએ પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે એક ટાઇપિંગ ભૂલના કારણે ખોટી જાણકારી આપવામાં આવી હતી. ઘટાડો માત્ર એક પૈસાનો જ થયો છે. આ સામાન્ય ઘટાડાને લઈને વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે.
3/4
આ અગાઉ પેટ્રોલ-ડીઝલમાં 1 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે બુધવારે ખબર આવી હતી કે પેટ્રોલમાં 60 પૈસા અને ડીઝલમાં 56 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ બાદ આ સમાચાર ખોટા સાબિત થયા હતા.
4/4
નવી દિલ્હી: કેરળ સરકારે સામાન્ય લોકોને રાહત આપવા માટે મોટું પગલું ઉઠાવ્યું છે. સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. કેરળ સરકારે પેટ્રોલ-ડીઝલ પરથી સ્ટેટ ટેક્સ હટાવી દીધો છે. તેનાથી સરકારને 509 કરોડ રૂપિયાનું નુકસાન થશે.