Seaplane crashes: ઓસ્ટ્રેલિયામાં સી પ્લેનની મોટી દુર્ઘટના, પ્લેન ક્રેશ થતાં પાયલટ સહિત ત્રણનાં મોત
ઓસ્ટ્રેલિયાના રોટનેસ્ટ ટાપુ પાસે એક વિમાન ક્રેશ થતા બે પ્રવાસીઓ સહિત ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે, સાત લોકો સાથેનું વિમાન 'સેસ્ના 208 કારવાં' (Cessna 208 Caravan)મંગળવારે બપોરે ટાપુ પરથી ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું હતું. તેમણે કહ્યું કે માત્ર એક જ મુસાફર હતો જેને ઈજા થઈ ન હતી. સ્વાન રિવર સીપ્લેનની માલિકીનું આ વિમાન રોટનેસ્ટ આઇલેન્ડથી પર્થ પરત ફરી રહ્યું હતું.
પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના રાજ્યના પ્રીમિયર રોજર કૂકે જણાવ્યું હતું કે મૃતકોમાં સ્વિટ્ઝર્લેન્ડના 65 વર્ષીય મહિલા પ્રવાસી, ડેનમાર્કના 60 વર્ષીય પ્રવાસી,અને પર્થના રહેવાસીનો સમાવેશ થાય છે. આ વ્યક્તિ પ્લેનનો પાઈલટ હતો. કૂકે જણાવ્યું હતું કે અકસ્માતનું કારણ અત્યારે નક્કી કરી શકાયું નથી




















