પોલીસને અનેક ફરિયાદો મળી છે જે અનુસાર ઉપરના નંબરો પરથી મીસકોલ બર બેક કોલ કર્યો તો તેમનું ઘણું બઘું બેલેન્સ કપાઈ ગયું. કેટલાય લોકોની ફરિયાદ બાદ પોલીસે નિર્દેશ જારી કરીને કહ્યું છે કે જ્યા સુધી પોલીસ મામલાની સંપૂર્ણ તપાસ ન કરી લે ત્યાં સુધી +5 અને +4થી આવનારા કોલને ન તો રિસીવ કરો અને ન તો તેના પર કોલ બેક કરો.
2/3
પોલીસનું કહેવું છે કે એક હાઈટેક સેલ આ મામલે તપાસ કરી રહ્યું છે. પોલીસે હાલમાં આ ફોન કોલ્સની પાછળના કારણોનું તપાસ કરી રહી છે. હાલામાં આ ફોન કોલ્સ દેશ બહારથી આવી રહ્યા છે અથવા પછી તેમને આઈએસડી કોલ તરીકે કરવામાં આવી રહ્યા છે તે વિશેની કોઈ જાણ થઈ નથી.
3/3
નવી દિલ્હીઃ કેરળ પોલીસે એક નિર્દેશ જારી કરીને કહ્યું છે કે રાજ્યના લોકો +5 અને +4થી શરૂ થનાર નંબરોના કોલ ન ઉઠાવતા અને ન તો આ નંબર પર કોલ બેક કરો. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, આવા નંબરોને લઈને કેટલીક ફરિયાદો મળી છે અને આવા નંબર પરથી કોલ આવે તો ઉપાડવો નહીં. આવા પ્રકારના કોલને લઈને પોલીસને અનેક શંકાઓ છે. કહેવાય છે કે, આ ફોન કોલ બોલીવિયાથી આવી રહ્યા છે, કારણે કે ત્યાંનો આઈએસડી કોડ +591 છે.