નવી દિલ્હીઃ કર્ણાટકના મુખ્યમંત્રી પોતાના એક નિવેદનને કારણાં વિવાદમાં ફસાઈ ગયા છે. એચડી કુમારસ્વામીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે જેડીએસના કાર્યકર્તાની હત્યા કરનારને બેરહમીથી ગોળી મારવાના આદેશ આપી રહ્યા છે. સ્થાનીક પત્રકારો દ્વારા બનાવવામાં આવેલ આ વીડિયોમાં તે કહેછે, ‘તે (જેડીએસ કાર્યકર્તા પ્રકાશ) સારો મામસ હતો. મને નથી ખબર કે કોણે તેને આ રીતો માર્યો. બદમાશોને બેરહમીથી મારો. કોઈ મુશ્કેલી નહીં થાય.’
2/3
આ મામલે વિવાદ વધતા મુખ્યમંત્રીના નજીકના નેતાએ કહ્યું કે, તે પાર્ટી કાર્યકર્તાની હત્યા સાંભળીને હૈરાન રહી ગયા અને લાગણીવશ થઈને આવું નિવેદન આપ્યું.
3/3
આ મામલે કુમારસ્વામીએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, ‘આ મારો (મુખ્યમંત્રી)નો આદેશ ન હતો. હું એ સમયે ભાવુક હતો. હત્યા કરનાર પહેલાથી જ મે મર્ડરના આરોપમાં જેલમાં હતો. તે બે દિવસ પહેલા જ જામીન પર બહાર આવ્યો છે અને એક જેડીએસ કાર્યકર્તાની હત્યા કરી દીધી. આ રીતે તે પોતાના જામીનનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે.’