શોધખોળ કરો
અંતિમ શ્વાસ સુધી અકબંધ રહી કરૂણાનિધિની લોકપ્રિયતા, જીતી દરેક ચૂંટણી, જાણો વિગતે
1/5

ચેન્નઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ કરૂણાનિધિએ આજે સાંજે 6.10 કલાકે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 94 વર્ષીય કરૂણાનિધિ 5 વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા છે. તેમનો જન્મ 3 જૂન, 1924ના રોજ ગરીબ કુટુંબમાં થયો હતો. શરૂઆતમાં તેમનું નામ દક્ષિણામૂર્તિ રાખવામાં આવ્યું હતું. જે બાદ તેમણે નામ બદલી નાંખ્યું હતું.
2/5

કરૂણાનિધિએ 1957માં કુલિથાલાઈ, 1962માં થાંજવૂર, 1967 અને 1971માં સૈદાપેટ, 1977 અને 1980માં અન્ના નગરથી જીત મેળવી હતી. જે બાદ તેમણે 1984ની ચૂંટણી લડ્યા નહોતા.
3/5

કરુણાનિધિ તિરુચિરાપલ્લી જિલ્લામાંથી કુલિથાલાઇ વિધાનસભામાં 1957માં તમિલનાડુ વિધાનસભામાં પ્રથમ વખત ચુંટાયા હતા. જે બાદ તેમનો વિજય રથ આગળ વધતો રહ્યો અને દરેક ચૂંટણીમાં જીત મેળવી.
4/5

એક રાજનેતા સાથે કરુણાનિધિ તમિલ સિનેમા જગતમાં એક નાટ્યકાર અને પટકથા લેખક પણ રહ્યા હતા. તેમના પ્રશંસક તેમને કલાઇનાર કહીને બોલાવતા હતા. તેનો મતલબ તમિલમાં વિદ્વાન થાય છે. પ્રથમ વખત કરુણાનિધિએ 1969માં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જે બાદ તેઓ 1971, 1989, 1996 અને 2006માં સીએમ તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત તેઓ વિપક્ષ નેતા પણ રહ્યા હતા.
5/5

જે બાદ 1989 અને 1991માં હાર્બર, 1996, 2001 અને 2006માં ચેપોક તથા 2011 અને 2016માં તિરુવરુરથી જીત મેળવી હતી.
Published at : 07 Aug 2018 08:13 PM (IST)
View More
Advertisement
Advertisement





















