શોધખોળ કરો
કુલભૂષણ જાધવ કેસઃ ભારતની મોટી જીત, ICJ એ કુલભૂષણની ફાંસી પર લગાવી રોક
Background
હેગઃ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) બુધવારે ભારતીય નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવ મામલે પોતાનો નિર્ણય આપ્યો હતો. ભારતીય સમય પ્રમાણે સાંજે 6:30 વાગ્યે કોર્ટ પોતાનો ફેંસલો વાંચવાનું શરૂ કર્યું હતું. ઇન્ટરનેશનલ કોર્ટના નિર્ણય પર આખા દેશની નજર હતી. પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ 2007માં કુલભૂષણ જાધવને જાસૂસીના આરોપસર મોતની સજા સંભળાવી હતી. જોકે, તેની સામે ભારતે આંતરાષ્ટ્રીય કોર્ટના દરવાજો ખખડાવ્યો હતો. ભારતે ICJમાં આશરે બે વર્ષ સુધી લડાઈ લડી હતી. આ કેસની અંતિમ સુનાવણી 18થી 21મી ફેબ્રુઆરી સુધી થઈ હતી.
21:31 PM (IST) • 17 Jul 2019
આઈસીજેમાં ભારતનો પક્ષ રાખનારા વકીલ હરીશ સાલ્વેએ કહ્યું, આઈસીજેએ માન્યું કે પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો છે. પાકિસ્તાને કાઉન્સર એક્સેસનો વિરોધ કર્યો. આઈસીજેમાં પાકિસ્તાનની હાર થઈ છે. આઈસીએજે જે રીતે આ મામલામાં હસ્તક્ષેપ કર્યો છે તેનો અમે આભાર માનીએ છીએ. તેનાથી કુલભૂષણ જાધવને ફાંસીની સજા બચી ગઈ.
21:29 PM (IST) • 17 Jul 2019
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update




















