ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લાલુ યાદવની એમ્સમાં મુલાકાત કરીને તબિયત અંગે પૂછ્યું હતું. લાલુ યાદવે રાહુલ ગાંધીની મુલાકાત પર બીજેપી અધ્યક્ષ અમિત શાહ પર પ્રહારો કર્યા હતાં. અમિત શાહે કહ્યું હતું કે સજા કાપી રહેલ લાલુ સાથે મુલાકાત કરીને ભ્રષ્ટાચાર સામે લડશો?
2/5
લાલુ યાદવને 29 માર્ચે છાતીના ભાગે દુખાવો અને બેચેની બાદ રાંચીના રિમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ તેમને એમ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. લાલુ યાદવને કિડની અને સ્વાસ્થ્ય સહિતની ઘણી બિમારીઓ છે. સીબીઆઈ અદાલતે ચારા કૌભાંડોમાં લાલુને દોષી ઠેરવ્યા છે. ત્યાર બાદ લાલુ 23 ડિસેમ્બરથી રાંચી જેલમાં સજા કાપી રહ્યા છે.
3/5
લાલુ યાદવે જણાવ્યું હતું કે, રાજકિય દબાણના કારણે ડોક્ટરો તેને શિફ્ટ કરી રહ્યા છે. એમ્સના ડાયરેક્ટરને લખેલ ચિઠ્ઠીમાં લાલુએ કહ્યું હતું કે જો મને કંઈ પણ થશે તો એમ્સ જવાબદાર રહેશે. લાલુ યાદવની ખરાબ તબિયત પર કોંગ્રેસ નેતા મંજૂર અંસારીએ કહ્યું હતું કે, પહેલીવાર એવું થઈ રહ્યું છે કે કોઈને એમ્સમાંથી રિમ્સમાં શિફ્ટ કરવામાં આવી રહ્યું હોય.
4/5
લાલુ યાદવ રાજધાની એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ કોચ H1માં બેઠા હતા. 15 મીનિટ સુધી રાજધાની એક્સપ્રેસ કાનપુરમાં રોકી દેવામાં આવી હતી. સ્ટેશન પર લાલુએ હલકો ખોરાક પણ ખાદ્યો હતો. લાલુએ આરોપ લગાવ્યો હતો કે તેની તબિયત સારી નથી તો પણ તેને એમ્સમાંથી રજા આપી દેવાઈ હતી. તેની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
5/5
કાનપુર: દિલ્હીના એમ્સમાંથી ડિસ્ચાર્જ થઈને રાંચી જઈ રહેલ લાલુ યાદવની રસ્તામાં અચાનક તબિયત બગડી હતી. યુપીના કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર જ લાલુ યાદવને બે ડોક્ટરોની ટીમે ચેકઅપ કર્યું હતું. ત્યાર બાદ લાલુને પેટના ભાગે ઈન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. લાલુ યાદવનું બ્લડ પ્રેશર અને સુગર પણ વધી ગયું હતું. મેડિકલ તપાસ બાદ લાલુની ટ્રેનને રવાના કરવામાં આી હતી.