Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષ
Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષ
અમદાવાદના ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. કે.કા. શાસ્ત્રી કોલેજ સામેની પ્રતિમાને નુકસાન થતા લોકો થયા એકત્ર. પોલીસ કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આ બનાવ બન્યો છે. કેકા શાસ્ત્રી કોલેજ સામે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને અસામાજિકતત્વો દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે. બાબ સાહેબના સ્ટેચ્યુને નુકસાન પહોંચતાં લોકોનું ટોળું સ્થળે ભેગું થયું.
ખોખરા સર્કલ પાસે લોકોના ટોળા એકઠા થઈ ગયા છે અને માહોલ ગરમાય તેવી સ્થિતિ સર્જાવાની શકયતા છે. કોઈ શખ્સો દ્વારા પ્રતિમા ખંડિત કરાઈ હોવાની ચર્ચા. ઘટનામાં પોલીસ તપાસ જરૂરી છે.