શોધખોળ કરો
આજે માયાવતીનો 63મો જન્મદિવસ કહ્યું, ઉત્તર પ્રદેશ નક્કી કરશે પ્રધાનમંત્રી કોણ બનશે
1/3

માયાવતીએ કહ્યું કે, જે મહાપુરુષોના બતાવેલા માર્ગને અપનાવવા માટે મેં મારી જિંદગી સમર્પિત કરી છે. અમારી પાર્ટી ગરીબ, પછાતની મદદ માટે હંમેશા કાર્ય કરે છે. મારા જન્મદિવસના અવસરે મારા દ્વારા લખવામાં આવેલા પુસ્તકની હિન્દી અને અંગ્રેજી ભાષાની એડિશનનું વિમોચન કરવામાં આવે છે. હું તમામ લોકોને ધન્યવાદ આપું છું અને નવ વર્ષની શુભેચ્છાઓ આપું છું. અમારી પાર્ટીએ હાલમાં જ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. માયાવતીએ કહ્યું, ઉત્તર પ્રદેશ નક્કી કરે છે કે દેશમાં કોની સરકાર બનશે અને વડાપ્રધાન કોણ બનશે.
2/3

લખનઉ: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીનો આજે 63મો જન્મદિવસ છે. માયવતીએ પ્રેસ કૉંફ્રન્સ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ કહ્યું, દેશમાં સૌથી વધુ રાજ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. અમારે 1984માં પોતાની પાર્ટી બનાવવી પડી. અમારા બાદ પણ અનેક પાર્ટીઓ બની પરંતુ તેમની વિચારધારા કોંગ્રેસથી કંઈ અલગ નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસ એન્ડ પાર્ટીને પાઠ ભણાવીશું. માયાવતીએ પોતાના ગઠબંધન પર કહ્યું કે સપાની સાથે જે ગઠબંધન થયું છે તેનાથી ભાજપના હોશ ઉડી ગયા છે.
Published at : 15 Jan 2019 01:27 PM (IST)
View More





















