શોધખોળ કરો
લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનનો સવાલ- શું માત્ર અનામત આપવાથી ઉદ્ધાર થશે? કૉંગ્રેસે કહ્યું, રાજકારણ ન કરે સ્પીકર
1/3

સુમિત્રા મહાજને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ દ્વારા લોકમંથનના ઉદ્ધાટનની તકે આપવામાં આવેલા ભાષણનો હવાલો આપ્યો જેમણે કહ્યું, હતું કે રાષ્ટ્ર સૌથી પહેલા આવવું જોઈએ. લોકોએ જન ગણ અને મન વિશે વિચારવું જોઈએ. લોકોએ દેશના ઈતિહાસ અને સાહિત્ય વિશે જાણવું જોઈએ. મહિલાઓના વિષયમાં તેમણે કહ્યું, મહિલાઓના સમ્માનનું મોટુ મહત્વ છે. મહિલાઓ સમાજનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને તેના વગર સમાજ આગળ ન વધી શકે.
2/3

લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન લોકમંથન 2018ના સમાપન સમારોહના મુખ્ય મહેમાન તરીકે બોલી રહ્યા હતા. બીજા તરફ આ મુદ્દે કૉંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવી છે અને પાર્ટીએ કહ્યું, લોકસભા સ્પીકર રાજકારણ ન કરે. સુમિત્રા મહાજને રવિવારે કહ્યું, એક ભારતીય તરીકે, દરેક વ્યક્તિએ વિચાર કરવો જોઈએ કે કઈ રીતે તેની સંસ્કૃતિ અને સભ્યતાને આગળ લઈ જઈ શકાય છે. તેમણે ચાર દિવસીય લોકમંથન કાર્યક્રમના છેલ્લા દિવસે પોતાના સંબોધનમાં કહ્યું, દુનિયા ભારતીય સંસ્કૃતિને સમ્માનની નજરથી જોવે છે.
Published at : 01 Oct 2018 06:34 PM (IST)
View More





















