આ લોકસભા વિસ્તારમાં અલ્પસંખ્યક મતદારોનું વર્ચસ્વ છે. 5.5 લાખ તમિલ, 4.5 લાખ મુસ્લિમ અને 2 લાખ ખ્રિસ્તી મતદારો બેંગ્લુરુ સેન્ટ્રલ સંસદીય મતવિસ્તારના સાંસદને ચૂટે છે.
2/3
વર્ષ 2008માં પરિસીમન બાદ અસ્તિત્વમાં આવેલી બેંગ્લુરૂ સેન્ટ્રલ બેઠક હાલ ભાજપના કબ્જામાં છે. પાર્ટીના દિગ્ગજ નેતા પીસી મોહન આ બેઠકથી સતત બીજીવાર ચૂંટાઈને સંસદમાં પહોંચ્યાં છે. સાંસદ મોહને 2014ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર એચટી સંગલિયાનાને 35,000થી વધુ મતોથી પરાજય આપ્યો હતો. નોંધનીય છે કે, બેંગ્લુરુ નોર્થ બેઠકના પૂર્વ સાંસદ સંગલિયાના કર્ણાટકના પૂર્વ ડીજીપી રહી ચૂક્યા છે.
3/3
નવી દિલ્હી: રાજકારણમાં આવવાની જાહેરાત કરી ચૂકેલા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ખુબ પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજે શનિવારે કહ્યું હતું કે, તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાએ બેંગ્લુરૂ સેન્ટ્રલ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે.