(Source: ECI/ABP News/ABP Majha)
કોલકાતામાં હિંસા બાદ ચૂંટણી પંચની કડક કાર્યવાહી, પ્રચાર પડઘમ એક દિવસ પહેલા જ બંધ થશે
LIVE
Background
કોલકાતાઃ મંગળવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ શો બાદ થયેલી હિંસા બાદ આજે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી હતી. ચૂંટણી પંચે બંગાળમાં ગુરુવારે રાત્રે 10 કલાકથી જ ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત રાજ્યના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને તેમના ચાર્જમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.
ચૂંટણી પંચની કડક કાર્યવાહીથી મમતા બેનર્જી ભડકી ગયા હતા. તેમણે બીજેપીના આદેશ પર ચૂંટણી પંચે ફેંસલો લીધો હોવાનું જણાવ્યું હતું. આ ફેંસલો પંચે નહીં પણ મોદીએ લીધો છે, શાહના ઈશારા પર લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચનો ફેંસલો ગેરબંધારણીય છે. અમિત શાહ અહીં હિંસા કરવાના મૂડમાં જ આવ્યા હતા. તેમની સામે પગલા ભરવા જોઈએ. મોદી પર પ્રહાર કરતાં મમતા બેનર્જીએ કહ્યું તમે તમારી પત્નીની કાળજી રાખી શકતા નથી તો દેશને કેવી રીતે સંભાળશો ?
ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવા પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ઈશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિ ખંડિત થવા પર પણ પંચે નારાજગી વ્યક્ત કરી છે. પંચે કહ્યું કે, જો આ પ્રકારની હિંસા ફરીથી થશે તો વધુ કડક પગલા લેવામાં આવશે. રાજ્યની 9 સીટો પર પ્રચાર પડઘમ શુક્રવારે સાંજે 5 વાગ્યે બંધ થવાના હતા પરંતુ તેને એક દિવસ પહેલા જ રોક લગાવી દેવામાં આવી છે.