હવે ઓક્ટોબરમાં કસ્ટમરના ખાતામાં 376.60 રૂપિયા પ્રતિ સિલીન્ડર સબસિડી જમા કરવામાં આવશે જે 2018માં 320.49 રૂપિયા કરવામાં આવતી હતી.
2/5
કંપનીએ જણાવ્યું કે, સબસિડી વાળા સિલીન્ડરની કિંમતો 2.89 રૂપિયા પ્રતિ સિલીન્ડર મોંઘો થયો છે, આ જીએસટીના કારણે થયું છે.
3/5
ઇન્ડિયન ઓઇલે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, આ વધારો ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા કિંમત વધારા અને વિદેશી મુદ્રા વિનિમયના ચઢ-ઉતારના કારણે કરવામાં આવ્યો છે.
4/5
મોદી સરકારે પડ્યા પર પાટુ મારીને સબસિડી વાળા રસોઇ ગેસ સિલીન્ડર-LPGની કિંમત દિલ્હીમાં 2.89 રૂપિયાથી વધારીને 502.4 રૂપિયા પ્રતિ સિલીન્ડર કરી દીધી છે. દિલ્હીમાં સબસિડી વિનાના સિલીન્ડર આજથી 59 રૂપિયા મોંઘા થઇ ગાય છે.
5/5
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર મોંઘવારીને નાથવામાં નબળી પૂરવાર થઇ રહી છે. મોંઘવારીનો વાર સામાન્ય માણસ પર સતત પડી રહ્યો છે, રોજ રોજ પેટ્રૉલ-ડિઝલના ભાવમાં આવતા વધારા બાદ હવે LPG-CNGની કિંમતોમાં પણ મોદી સરકારે વધારો ઝીંકી દીધો છે. જાણો કોની કેટલી કિંમતો વધી.