એલપીજીની સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક દર અને વિદેશી મુદ્રા વિનિમય દરને ધ્યાને રાખી એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી થાય છે, જેના આધારે સબ્સિડી રાશીમાં દર મહિને બદલાવ થાય છે. એવામાં આંતરરાષ્ટ્રીય કિંમત વધે તો સરકાર વધુ સબસીડી આપે છે અને જ્યારે કિંમત ઘટે તો સબ્સિડીમાં ઘટાડો થાય છે.
2/3
દિલ્હીમાં સબ્સિડીવગરના એલપીજી સિલિન્ડર માટે હવે ગ્રાહકોએ 689 રૂપિયા ચૂકવવા પડશે. હાલ તેની કિંમત 809.50 રૂપિયા છે. સબ્સિડીવાળા રસોઇ ગેસની કિંમત 500 રૂપિયાથી ઓછી થઇ ગઇ છે. સબ્સિડીવાળા ગેસ સિલિન્ડરના ભાવમાં 5.91 રૂપિયાનો ઘટાડો થવાથી ગ્રાહકોએ હવે 494.99 રૂપિયા ચુકવવા પડશે. પહેલા આ માટે 500.90 રૂપિયા ચુકવવા પડતા હતા.
3/3
નવી દિલ્હી: 2018નું વર્ષ ગૃહિણીઓ માટે અસહ્ય મોંઘવારીમાં ગયું છે ત્યારે ન્યુયરની સરકાર તરફથી ગૃહિણીને ગિફટરૂપે રાંધણ ગેસમાં રૂ.120નો ઘટાડો કર્યો છે. જેમા સબ્સિડીવાળા સિલિન્ડરમાં રૂપિયા 5.91નો ઘટાડો કર્યો છે, જ્યારે સબ્સિડી વગરના ગેસ સિલિન્ડરમાં રૂપિયા 120.50નો ઘટાડો કર્યો છે.