નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના એક મોટા ખેડૂત નેતાએ 2019ની લોકસભા ચૂંટણી જીતવા માટે પીએમ મોદીના ચહેરાની જગ્યાએ નીતિન ગડકરીને ચહેરો બનાવવાની ભલામણ કરી છે. આ નિવેદન એટલા માટે પણ વધારે ધ્યાન ખેંચી રહ્યું છે કારણ કે આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પ્રધાનમંત્રી મોદી ખુદ મહારાષ્ટ્ર ગયા હતા. મંગળવારે મોદી અનેક વિકાસ યોજનાઓના સિલાન્યાસ માટે ગયા હતા.
2/5
તેણે કહ્યું કે, જે નેતા, પાર્ટી અને સરકારમાં અતિવાદી અને સરમુખત્યારશાહી જેવું વલણ અપનાવે છે તે સમાજ અને દેશ માટે ખતરનાક છે. જો ભાજપ ફરી ઈતિહાસનું પુનરાવર્તન કરવા નથી માગતી તો 2019ની ચૂંટણી માટેનું નેતૃત્વ ગડકરીના હાથમાં આપવામાં આવે.
3/5
તિવારીએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવ અને મહાસચિવ સુરેશ જોષીને લખેલ પત્રમાં કહ્યું કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની હાર માટેનું કારણ નેતાઓનું અભિમાન છે. તેણે નોટબંધી, જીએસટી અને ક્રૂડની કિંમતમાં ઉછાળા જેવા નિર્ણયને હાર માટે કારણ તરીકે દર્શાવ્યા.
4/5
કિશોર તિવારી વસંતરાવ નાઈક શેતી સ્વાલંબન મિશન (વીએનએસએસએમ)ના પ્રમુખ છે. તેણે આ વાત આરએસએસ હાઈકમાન્ડને પત્ર લખીને કહી છે.
5/5
મીડિયા અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રના એક મોટા ખેડૂત નેતા કિશોર તિવારીએ આરએસએસને એક ભલામણ કરી છે કે જો ભાજપ 2019ની ચૂંટણી જીતવા માગે છે તો તેણે પ્રધાનમંત્રી મોદીની જગ્યાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ચહેરો બનાવવો જોઈએ.