કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક વ્યક્તિએ તેની પત્ની પર લેસ્બિયન હોવાનો આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ કરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે લગ્નના થોડા દિવસો બાદ પત્નીએ મારી પિતરાઈ બહેન સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા અને મારી અવગણના કરવા લાગી હતી. આ અંગેનો વિરોધ કરવા પણ આત્મહત્યાની ધમકી આપે છે અને તેથી હું અને મારા પરિવારજનો ઘણા પરેશાન છીએ.
2/5
કાનપુરના ગ્રામીણ એસપીએ કહ્યું કે, પોલીસને ફરિયાદ મળી છે અને કોતવાલી પોલીસ આ મામલાની તપાસ કરશે. કોઈપણ તારણ પર પહોંચતા પહેલા સમલૈંગિકતા પર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આપેલા ફેંસલા પર અમે કાનૂની અભિપ્રાય લઇશું. આ અંગે તપાસ શરૂ છે.
3/5
મળતી માહિતી મુજબ આ કપલના લગ્ન 5 મહિના પહેલા થયા હતા. પોલીસે જણાવ્યું કે છોકરી ફતેહપુરની રહેવાસી છે, જ્યારે તેની સાથી ફરિયાદીના ઘરની નજીક રહે છે. ફરિયાદીએ જણાવ્યું કે, મારી પત્નીને મારી જ પિતરાઈ બહેન સાથે સમલૈંગિક સંબંધ છે. જ્યારે હું ઘરે નહતો ત્યારે તેણે મારી પિતરાઇ બહેન સાથે રહેવાનું શરૂ કરી દીધું. બંનેના બદલાયેલા વ્યવહારથી પરિવારના સભ્યોની સાથે સ્થાનિક રહેવાસીઓનું પણ ધ્યાન ખેંચાયું છે.
4/5
ફરિયાદી પતિએ એમ પણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ફેંસલો આવ્યા બાદ હવે બંને ખુલ્લેઆમ સંબંધનો સ્વીકાર કરે છે. પતિ અને તેના પરિવારે શનિવારે બંનેને ઘરમાં કઢંગી હાલતમાં જઈ લીધા હતા. જ્યારે હું તેમને વઢ્યો ત્યારે તેઓ આત્મહત્યા કરવાની ધમકી આપવા લાગ્યા.
5/5
યુવકના માતા-પિતાએ કહ્યું કે, અમને ખબર નહોતી કે બંને વચ્ચે આવું કંઈક ચાલી રહ્યું હોવાની અમને ખબર નહોતી. તેઓ સારા મિત્ર હોવાનું અમને લાગતું હતું. આ બધું જાણ્યા થતાં મારો દીકરો તેને પત્ની બનાવીને રાખવા તૈયાર હતો. તેણે મારા દીકરા પર ઘણો માનસિક અત્યાચાર કર્યો છે. જ્યારે વહુએ કહ્યું કે તે સમલૈંગિક સાથી સાથે આત્મહત્યા કરી લેશે અને તેનો બધો દોષ અમારા દીકરા પર લગાવી દેશે ત્યારે સ્થિતિ કાબુ બહાર જતી રહી.