Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: જો તમે નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને દેશની 5 સૌથી સુરક્ષિત કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ખરીદવાનું વિચારી શકો છો.
Top 5 Safest SUVs of India: હાલમાં ભારતીય બજારમાં આવી ઘણી કાર ઉપલબ્ધ છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ ઘણી સારી માનવામાં આવે છે. દેખાવ અને સ્ટાઈલ ઉપરાંત લોકો સેફ્ટી ફીચર્સ પર વધુ ધ્યાન આપે છે. તેથી, જો તમે પણ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને દેશની 5 સૌથી સુરક્ષિત કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
કિયા સેલ્ટોસ(Kia Seltos)
પહેલી કારનું નામ છે કિયા સેલ્ટોસ(Kia Seltos), જેની એક્સ-શોરૂમ કિંમત 10 લાખ 89 હજાર રૂપિયા છે. Kia Seltos માં તમને લેવલ 2 ADAS નું સમર્થન આપવામાં આવ્યું છે. સેલ્ટોસમાં ડ્યુઅલ પેન પેનોરેમિક સનરૂફ અને 8 ઇંચની સ્માર્ટ હેડ-અપ ડિસ્પ્લે જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
હ્યુન્ડાઇ વેન્યૂ(Hyundai Venue)
બીજી કાર હ્યુન્ડાઇ વેન્યૂ(Hyundai Venue) છે, જેમાં માત્ર 1 ADAS આપવામાં આવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ સારી ગણાતી આ કારમાં 20.32 સેમી એચડી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એમ્બિયન્ટ લાઇટિંગ અને અનેક કનેક્ટેડ ફીચર્સ છે. આ એક સ્માર્ટ SUV છે, જે ડ્રાઇવિંગ અનુભવને શાનદાર બનાવે છે. વેન્યુની એક્સ-શોરૂમ કિંમત 7 લાખ 94 હજાર રૂપિયાથી શરૂ થાય છે.
એમજી એસ્ટર (MG Astor)
ત્રીજી કાર એમજી એસ્ટર (MG Astor)છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ ભારતની પ્રથમ SUV છે. Astorની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 9.99 લાખ રૂપિયા છે. 14 ઓટોનોમસ લેવલ 2 ADAS સુવિધાઓ MG Astor માં ઉપલબ્ધ છે. ADAS સુવિધાઓ સાથે ડ્રાઇવિંગ વધુ સ્માર્ટ અને સુરક્ષિત બનાવે છે. i-SMART 2.0 સાથે Aster SUVમાં 80 થી વધુ કનેક્ટેડ ફીચર્સ ઉપલબ્ધ છે.
હ્યુન્ડાઇ ક્રેટા(Hyundai Creta)
ચોથી કાર હ્યુન્ડાઇ ક્રેટા(Hyundai Creta) છે, જેની એક્સ-શોરૂમ કિંમત 10 લાખ 99 હજાર રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 10.25ની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. હ્યુન્ડાઈ સ્માર્ટ સેન્સ લેવલ-2 અદાસ(Hyundai Smart Sense Level-2 ADAS) સાથે આવે છે. આનાથી સલામતી વધુ વધે છે. તેમાં 6 એરબેગ્સ, પાવર એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, પેનોરેમિક સનરૂફ સહિત અનેક શાનદાર ફીચર્સ છે.
હોન્ડા એલિવેટ(Honda Elevate)
પાંચમી કાર હોન્ડા એલિવેટ(Honda Elevate)છે, જે મિડ સાઈઝની SUV છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 9.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં ADAS ટેક્નોલોજી અને હોન્ડા સેન્સિંગ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. ADAS સિસ્ટમ તેના ટોપ સ્પેક ટ્રીમમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો:-