AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
ICC Test Rankings: એક તરફ ભારતીય ટીમ બોક્સિંગ ડે ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે અને મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાની છે તો બીજી તરફ જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો છે
ICC Test Rankings: એક તરફ ભારતીય ટીમ બોક્સિંગ ડે ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે અને મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાની છે તો બીજી તરફ જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો છે. ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામેની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સીરિઝની ત્રીજી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને 9 વિકેટ ઝડપી હતી. આ સાથે તે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનાર સંયુક્ત રીતે પ્રથમ ભારતીય બની ગયો છે.
India's pace spearhead equals a massive feat after his incredible performance in the third #AUSvIND Test 👏
— ICC (@ICC) December 25, 2024
More on the latest ICC Men's Rankings ⬇https://t.co/akPvStkguX
બુમરાહે ગાબા ટેસ્ટમાં પોતાના જોરદાર પ્રદર્શનથી ઈતિહાસ રચ્યો
ગાબા ટેસ્ટમાં 94 રનમાં 9 વિકેટ લઈને તેણે તેના રેટિંગ પોઈન્ટ્સમાં 14 પોઈન્ટનો ઉમેરો કર્યો અને હવે તેના 904 રેટિંગ પોઈન્ટ્સ છે. અગાઉ તાજેતરમાં નિવૃત્ત થયેલા રવિચંદ્રન અશ્વિને ડિસેમ્બર 2016માં ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં રમાયેલી ચોથી ટેસ્ટ બાદ આટલા જ પોઈન્ટ હાંસલ કર્યા હતા. બુમરાહે સીરિઝમાં અત્યાર સુધી 21 વિકેટ લીધી છે, જેના કારણે તેને બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને 48 રેટિંગ પોઈન્ટ્સ વધારવામાં પહોંચાડવામાં મદદ મળી છે. કગિસો રબાડા (856) અને જોશ હેઝલવુડ (852) બીજા અને ત્રીજા સ્થાને છે.
રવિચંદ્રન અશ્વિન હજુ પણ ટોપ-5માં સામેલ છે
મોહમ્મદ સિરાજ આ યાદીમાં એક સ્થાન આગળ વધીને 24માં સ્થાને પહોંચી ગયો છે અને બોલરોની યાદીમાં ટ્રેવિસ હેડ ટોપ 100માં સામેલ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સ 822 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે અને નિવૃત્ત ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન 789 પોઈન્ટ સાથે 5મા સ્થાને છે. રવિન્દ્ર જાડેજાને 4 સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે 10માં નંબર પર છે. મિશેલ સ્ટાર્ક 11મા ક્રમે છે જ્યારે નાથન લિયોન 7મા નંબર પર છે. મેટ હેનરી છઠ્ઠા, શ્રીલંકાના પ્રભાત જયસૂર્યા 8મા અને પાકિસ્તાનના નોવાન અલી 9મા ક્રમે છે.
સૌથી વધુ ટેસ્ટ રેટિંગ પોઈન્ટ મેળવનાર 5 બોલરો
નોંધનીય છે કે ઇગ્લેન્ડના સિડની બર્ન્સના નામે વર્લ્ડ રેકોર્ડ છે. 1914માં તેણે 932 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડના જ્યોર્જ લોહમેન 931 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ટેસ્ટ ઈતિહાસની આ વિશેષ યાદીમાં પાકિસ્તાનનો વિશ્વવિજેતા કેપ્ટન ઈમરાન ખાન 922 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરન 920 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રા 914 પોઈન્ટ સાથે 5મા સ્થાને છે.