મુંબઈઃ આપણે હિન્દી ફિલ્મોમાં હીરોઈન મંદિરમાં જઈને હીરોના હાથે માગમાં સિંદૂર ભરાવે કે તેના હાથે મંગલસૂત્ર પહેરીને તેની પત્નિ બને તેવાં દૃશ્યો બહુ જોયાં છે. ફિલ્મોમાં આવાં લગ્ન માન્ય ગણાતાં હોય છે પણ વાસ્તવિક જીવનમાં આ રીતે થતાં લગ્નને કાયદેસર ના ગણી શકાય એવો ચુકાદો બોમ્બે હાઈકોર્ટે આપ્યો છે.
2/6
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે આ ફેંસલો સંભળાવતા કહ્યુ હતુ કે, કોઈ સ્ત્રી કોઈ પુરૂષને પતિ માનીને તેના નામનું સિંદૂર માંગમાં લગાવે કે મંગલસૂત્ર પહેરે તેથી લગ્ન ના ગણાય. જ્યાં સુધી લગ્ન સાથે જોડાયેલી વિધિ અને ચોક્કસ રીતરીવાજ ન કરાય કે કાનૂની પ્રક્રિયાનું પાલન ન કરાય ત્યાં સુધી લગ્ન થયેલાં ગણી ન શકાય.
3/6
હાઈકોર્ટે મહિલા અને વેપારીના સંબંધને લીવ ઈન રિલેશનશીપ પણ માનવાનો ઈન્કાર કર્યો કારણ કે બન્ને એક સાથે, એક છત નીચે નહોતાં રહેતાં. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે મહિલાના પ્રથમ પતિ સાથે તલાક થઈ ચૂકયા છે પણ બાળકો માટે તે સાસરામાં જ રહે છે તેથી વેપારી સાથેના સેક્સ સંબંધ લિવ ઈન રીલેશન ના ગણી શકાય.
4/6
અગાઉ આ મહિલાએ વેપારી વિરૂદ્ધ લગ્નનું વચન આપી બળાત્કાર કરવાનો પણ કેસ નોંધાવ્યો હતો. બાદમાં વેપારી પાસેથી 2 લાખ મળ્યા બાદ કેસ પાછો ખેંચી લીધો હતો. આ અરજી કરનાર મહિલાનાં પહેલાં પણ લગ્ન થઈ ચુકયા છે અને તેને 2 બાળકો પણ છે.
5/6
આ મહિલાએ જેને પતિ માને છે તે વેપારી સાથે દોઢ વર્ષથી શારીરિક સંબંધ હોવાનો અને નિયમિત રીતે સેક્સ સંબંધ બાંધતાં હોવાનો દાવો કરીને પોતાને પરીણિત હોવાનો અધિકાર અપાવવા માંગણી કરી હતી. આ મહિલાની અરજીને માન્ય રાખીને ફેમિલી કોર્ટે બન્નેને પતિ-પત્નિ માનવાનો ફેસલો સંભળાવ્યો હતો.
6/6
જસ્ટીસ બી.પી. ધર્માધિકારીના વડપણવાળી બેંચે આ ચુકાદો એક મહિલાની અરજી પર આપ્યો છે. આ મહિલાએ દાવો કર્યો હતો કે તેણે 40 વર્ષના એક વેપારી સાથે મંદિરમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે તેની સાથે લગ્ન કર્યાં હતાં. તેણે કહ્યું કે, લગ્ન પછી તે માથામાં સિંદૂર પણ લગાડી રહી છે અને મંગલસૂત્ર પણ પહેરે છે.