આ અગાઉ ગુરુવારે સેનાએ અનંતનાગ અને બારામુલામાં 6 આતંકીઓએને ઠાર માર્યા હતા. આ કારણે ચીડાયેલા આતંકીઓએ સેનાના કેમ્પને નિશાન બનાવ્યું હોવાનુ મનાય છે.
3/5
આ હુમલા બાદ જવાનોએ પણ વળતી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું, આતંકી હુમલા બાદ સેનાએ વિસ્તારને ચારેય બાજુથી ઘેરી લીધું, હાલમાં આતંકીઓની તપાસ ચાલુ છે.
4/5
માહિતી અનુસાર, ગુરુવારે સાંજે આતંકીઓએ ત્રાલમાં રાષ્ટ્રીય રાઇફલ્સના કેમ્પ નંબર 42 પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યુ હતું. આની ઝપેટમાં સેનાના બે જવાન આવ્યા, જેમાંથી એક શહીદ થયો અને બીજો એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે ઘાયલ જવાનને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે.
5/5
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ત્રાલ સેક્ટરમાં સુરક્ષા દળોની એક્શનથી ધૂંઆપૂંઆ થયેલા આતંકીઓએ પોતાની કાયરતા દર્શાવી છે. ગુરુવારે સાંજે સેનાના એક કેમ્પ પર હુમલો કરી દીધો. સાઉથ કાશ્મીરમાં આવેલા ત્રાલ સેક્ટરમાં આ હુમલો કરવામાં આવ્યો, જેમાં એક જવાન પણ શહીદ થયો જ્યારે અન્ય એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે.