નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીને લઇને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ બીજેપી પર ટોણો મારતા કહ્યું કૉંગ્રેસ આ વરિષ્ઠ નેતાઓનું સન્માન કરે છે તેથી સૌ પહેલા બીમાર અટલજીના હાલચાલ પૂછવા પહોંચી હતી. ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીને લઇને કહ્યું હું હંમેશા તેમની સાથે ઊભો રહું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુરુનું સન્માન નથી કરતા.
2/3
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને લઇને રાહુલ ગાંધીએ કહ્યું, “વાજપેયી સામે કોણ ચૂંટણી લડ્યું હતું?, અમે લડ્યા હતા પરંતુ જ્યારે તેઓ બિમાર છે ત્યારે ખબર પૂછવા હું પહેલા ત્યાં ગયો. હું કૉંગ્રેસ પાર્ટીનો સિપાહી છું. હું વાત સમજું છું. વાજપેયીજી અમારી સામે લડ્યા પણ તેમણે દેશ માટે કામ કર્યું. તેઓ દેશના વડાપ્રધાન રહ્યા, અમે તેમના પદ નું આદર કરીએ છીએ. જો આજે તેઓ બિમાર છે તો અમે તેમની સાથે ઊભા રહીશું. આ અમારો ઇતિહાસ છે.”
3/3
જણાવી દઇએ કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને રુટીન ચેકઅપ માટે સોમવારે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વાજપેયીને હોસ્પિટલમાં ખબર પૂછવા માટે નેતાઓમાં સૌથી પહેલા રાહુલ ગાંધી પહોંચ્યા હતા.