રાજ્યમાં બધી જ નદીઓ અને નાળાઓમાં પૂર આવ્યાં હતાં. છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદનું જોર ઓછું નહીં થતાં અને ઠેર ઠેર પાણી ભરાયાં હોવાથી સ્કૂલ- કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી.
2/5
નાલાસોપારા, વસઈ, વિરાર, કલ્યાણ ભિવંડીમાં તો અનેક દુકાનો અને ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાલઘર, દહાણુ, વિક્રમગઢ, તલાસરી વાડા વિસ્તારમાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો.
3/5
વસઈના રહેણાક વિસ્તારમાં પાણી ભરાવાથી 300 લોકો ફસાઈ ગયા હતા. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ઉપનગરોમાં વરસાદનું જોર વધુ હતું. જોકે થાણે, ડોંબિવલી, કલ્યાણ, ભિવંડી, બદલાપુર, અંબરનાથમાં મુશળધાર વરસાદ ચાલુ છે. આટલું જ નહીં, કોંકણ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદનું જોર ચાલુ છે. આગામી 24 કલાકમાં પણ જોરદાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
4/5
મુંબઈના દાદર,સાયન,માટુંગા,બાંદ્રા,ખાર,સાંતાક્રુઝ,કાંદિવલી,બોરીવલી સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ છે. શહેરની શાળા કોલેજમાં રજા જાહેરાઈ કરવામાં આવી છે. વરસાદને કારણે રેલ વ્યવહારને પણ અસર પડી છે.
5/5
મુંબઈમાં બારેમેઘ ખાંગા થયા છે. છેલ્લા 21 કલાકમાં મુંબઈમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે સ્કૂલ-કૉંલેજોને બંધ કરવામાં આવી છે. લોકલ ટ્રેન સહિત 90 ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે.