નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સેમ્પર સર્વે સંગઠનના વર્ષ 2017-18ના રોજગાર અને બેરોજગારી પર પ્રથમ વાર્ષિક સર્વેને રોકવાનો વિરોધ કરતાં રાષ્ટ્રીય નેશનલ સ્ટેટેસ્ટિકલ કમીશનના કાર્યકારી ચેરપર્સને સોમવારે રાજીનામું આપી દીધું છે. તેમની સાથે અન્ય એક સભ્યએ પણ રાજીનામું આપી દીધું છે. પીસી મોહન અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રોપેસર જેવી મીનાક્ષીને જૂન, 2017માં એનએસસીમાં સભ્ય બનાવવામાં આવ્યા હતા.
2/4
બંને સભ્યોએ 28 જાન્યુઆરીના રોજ રાજીનામા આપ્યા. સાત સભ્યોની એનઅસસીમાં ત્રણ પદ પહેલા જ ખાલી હતી. બે રાજીનામા બાદ હવે અહીં બે સભ્ય જ રહી ગયા છે. મોહનન અને મીનાક્ષીનો કાર્યકાળ જૂન 2020માં પૂરો થવાનો થતો.
3/4
મોહનને સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, મેં એનએસસીમાંથી રાજીનામું આપી દીધું છે. અમને લાગે છે કે હાલમાં કમીશન પહેલા જેવું સક્રિય રહ્યું નથી અને એવું પણ લાગે છે કે કદાચ અમે કમીશનની જવાબદારી નિભાવવામાં સક્ષમ નથી.
4/4
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મોદી સરકારમાં એનએસએસઓનો પહેલો રિપોર્ટ છે અને તેમાં નોટબંધી બાદ લોકોની નોકરી જવા અને રોજગારીમાં ઘટાડાનો ઉલ્લેખ છે. મોહનન એનએસસીના કાર્યકારી અધ્યક્ષ પણ હતા. આ બંનેના રાજીનામા બાદ એનએસીમાં હવે માત્ર બે સભ્ય રહી ગયા છે- ચીફ સ્ટેટેસ્ટિક ઓફિસર પ્રવીપ શ્રીવાસ્તવ અને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત.