ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં થયેલા આતંકી હુમલા દરમિયાન આતંકીએ જ્યારે ઝાકિર નાઈકના ભાષણોનો હવાલો આપ્યો ત્યારે ઝાકિરની સંસ્થા ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશ તે વખતે શંકાના ઘેરામાં આવી ગઈ હતી. ત્યારથી સરકાર તેની દરેક ગતિવિધિ પર નજર રાખી રહી હતી.
2/4
હાલમાં જ કેન્દ્ર સરકારે જાકિર નાઇકની એનજીઓ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે. જાકિરની સંસ્થા પર ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. આ પહેલા જાકિર નાઇકની એનજીઓ પર વિદેશથી ભંડોળ લેવા પર રોક લગાવવામાં આવી હતી.
3/4
NIAએ આ અંગે જણાવ્યું કે આ એક કાયદાકીય પ્રક્રિયાનો હિસ્સો છે. પુરાવા મેળવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર પૂછપરછ માટે નાઈકને બોલાવવામાં આવી શકે છે. હાલ તે ભારતની બહાર છે. નાઈક પર ઓસામા બિન લાદેનના ગુણગાન કરવાનો આરોપ છે અને તેણે કહ્યું હતું કે તમામ મુસલમાનોએ આતંકવાદી હોવું જોઈએ.
4/4
મુંબઈઃ સરકારે મુસ્લિમ ધર્મ પ્રચારક ઝાકિર નાઈક વિરુદ્ધ શિંકજો કસવાનો શરૂ કરી દીધો છે. NIAએ આજે ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન વિરુદ્ધ નોંધાયેલી એક FIR મામલે મુંબઈમાં 10 સ્થળો પર દરોડા પાડ્યા છે. NIAએ આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ નોંધાયેલી એક ફરિયાદમાં નાઈક, આઈઆરએફ અને અન્યના નામો સામેલ કર્યા છે. એનઆઈએએ તમામ દસ્તાવેજને સીલબંધ કરી પોતાના કબજામાં લઈ લીધા છે. એજન્સીના અધિકારીઓની સાથે મોટી સંખ્યામાં મુંબઈ પોલીસના જવાનો પણ હાજર છે.