આગની ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ થયેલા અન્ય દર્દીઓને નોઈડાના સેક્ટર 11માં આવેલી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે આગ લાગી ત્યારે હોસ્પિટલના સ્ટાફે લાપરવાહી દાખવી હતી અને આગ ઠારવાનો પ્રયાસ નહોતો કર્યો. આ સ્થિતિમાં હૉસ્પિટલમાં દાખલ દર્દીઓના શ્વાસ ગુંગળાઈ ગયા હતા.
2/3
નવી દિલ્હી: નોઈડાના સેક્ટર 12માં મેટ્રો હોસ્પિટલમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડની આશરે 12 ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે કામે લાગી છે. આગ હોસ્પિટલના ત્રીજા અને ચોથા માળ પર લાગી છે. આગ લાગવાના કારણ વિશે કોઈ ખુલાસો નથી થયો, જાણકારી મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે.
3/3
જાણકારી મુજબ, ગંભીર રીતે બિમાર દર્દીઓને નજીકના હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. આગ લાગવાના કારણે ઘટના સ્થળ પર અફરાતફરી માહોલ છે. જાણકારી મુજબ જ્યારે આગ લાગી ત્યારે ઓપરેશન થિયેટરમાં ઘણા ઓપરેશન પણ ચાલી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને દર્દીઓને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.