જેના જવાબમાં આરબીઆઈએ કહ્યું, 500 અને 1000 રૂપિયાની નોટોની ગણતરી કરવા માટે બેંકેના કોઈપણ કાર્યાલયમાં મશીનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. બેંકે જણાવ્યું કે આ કામ માટે ભાડા પર પણ કોઈ મશીન નથી લેવામાં આવી.
2/4
નવી દિલ્લી: ભારતીય રિજર્વ બેંકે કહ્યું, બંધ કરવામાં આવેલી 500 અને 1000 રૂપિયાની નોટની ગણતરી કરવા માટે મશીનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. આ સાથે જ કેંદ્રીય બેંકે નોટોની ગણતરી માટે કેટલાક કર્મચારીઓની સંખ્યા હતી તે જણાવવાનો પણ ઈનકાર કર્યો છે. આરટીઆઈ દ્વારા જવાબ માંગવામાં આવ્યો હતો જેમાં આ ખુલાસો થયો છે.
3/4
10 ઓગસ્ટના કરવામાં આવેલી આરટીઆઈ કરવામાં આવી હતી, જેમાં જાણકારી માંગવામાં આવી હતી કે નોટોની ગણતરી કરવા માટે કેટલા મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
4/4
આરબીઆઈએ આ જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો કે નોટોની ગણતરી કરવા માટે કેટલા કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પીટીઆઈ-ભાષાના સંવાદદાતા દ્વારા કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં બેંકે કહ્યું, આરટીઆઈ અધિનિયમ, 2005ની કલમ 7(9) મુજબ આ જાણકારી ન આપવામાં આવી શકે.