શોધખોળ કરો

Gujarat rain live updates: સુરતમાં ખાડીપુરનું સંકટ, ડીંડોલની ખાડી થઈ ઓવરફ્લો

Gujarat rain live updates: રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરતાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 225 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

LIVE

Key Events
gujarat rain live updates south gujarat saurashtra Gujarat rain live updates: સુરતમાં ખાડીપુરનું સંકટ, ડીંડોલની ખાડી થઈ ઓવરફ્લો
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 225 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો
Source : Photo Credit: AI

Background

Gujarat rain live updates: રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરતાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 225 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. રાજ્યના 16 તાલુકામાં 4 ઈંચથી લઈને 8.58 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે 52 તાલુકામાં 1 થી 4 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં 8.58 ઈંચ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ વરસાદ રહ્યો છે. ત્યારબાદ સુરત જિલ્લાના કામરેજમાં 6.46 ઈંચ, વલસાડ જિલ્લાના પારડીમાં 6.34 ઈંચ અને ઉમરગામમાં 6.26 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના ઘોઘામાં પણ 6.14 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.

વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં 5.91 ઈંચ, કપરાડામાં 5.79 ઈંચ, સુરત શહેરમાં 5.39 ઈંચ અને વલસાડમાં 5.28 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ખેરગામમાં 4.88 ઈંચ, અમરેલી જિલ્લાના લાઠીમાં 4.61 ઈંચ, ભાવનગરમાં 4.49 ઈંચ અને સિહોરમાં 4.45 ઈંચ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના બાબરામાં 4.37 ઈંચ અને અમરેલી શહેરમાં 4.25 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં 4.21 ઈંચ, વડોદરા જિલ્લાના શિનોરમાં 3.90 ઈંચ, મહિસાગરના ખાનપુરમાં 3.86 ઈંચ અને સાવરકુંડલામાં 3.82 ઈંચ વરસાદ વરસ્યો છે.

તાપી જિલ્લાના ડોલવણમાં 3.79 ઈંચ, વલસાડ જિલ્લાના ધરમપુરમાં 3.62 ઈંચ, વડોદરા જિલ્લાના ડભોઈમાં 3.54 ઈંચ અને છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં 3.39 ઈંચ અને ઉમરાળામાં 3.15 ઈંચ વરસાદ વરસ્યો છે.

નર્મદા જિલ્લાના સાગબારામાં 3.11 ઈંચ, નવસારી જિલ્લાના ગણદેવીમાં 2.95 ઈંચ અને  માળિયામાં 2.87 ઈંચ અને નવસારી શહેરમાં 2.88 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત સુરત જિલ્લાના માંગરોળમાં 2.76 ઈંચ, અમરેલી જિલ્લાના લીલીયામાં 2.68 ઈંચ  વરસાદ વરસ્યો છે. વડોદરા જિલ્લાના પાદરામાં 2.48 ઈંચ, ભરૂચ જિલ્લાના વાલિયામાં 2.48 ઈંચ, ડાંગ જિલ્લામાં 2.40 ઈંચ, નવસારી જિલ્લાના ચીખલીમાં 2.36 ઈંચ અને વડોદરા શહેરમાં 2.32 ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના વઘઈ તેમજ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને તાપી જિલ્લાના વાલોડમાં 2.20 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાનની સ્થિતિને જોતા આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે વરસાદને પગલે નદી-નાળાઓમાં પાણીની આવક વધી રહી છે અને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

14:34 PM (IST)  •  07 Jul 2026

Rain Updates: ખાડીઓનું પાણી સુરત શહેરમાં પ્રવેશવાનું શરૂ

ખાડીઓનું પાણી સુરત શહેરમાં પ્રવેશવાનું શરૂ થયું છે. સુરતમાં પસાર થતી બે ખાડી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. સુરતમાં ડીંડોલની ખાડી થઈ ઓવરફ્લો થઈ હતી. ઉધના ઝોનમાંથી પસાર થતી કાંકરાપાડીનું લેવલ 6.80 મીટર પર પહોંચ્યું હતું. ભેદવાડ ખાડી પણ ડેંજર લેવલથી ઉપર વહી રહી છે
લિંબાયત ઝોનમાંથી પસાર થતી મીઠી ખાડીનું લેવલ ડેંજર લેવલથી નજીક પહોંચ્યું છે. 

13:48 PM (IST)  •  07 Jul 2026

નવસારીમાં રેડ એલર્ટને લઈ પ્રશાસન એક્શનમાં

નવસારીમાં રેડ એલર્ટને લઈ પ્રશાસન એક્શનમાં છે. અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે સૂચના અપાઈ હતી. SDRFની એક ટીમને સ્ટેંડબાય રાખવામા આવી હતી. જિલ્લામાંથી પસાર થતી તમામ નદીઓની સ્થિતિ પર નજર રખાઈ રહી હતી. 

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Advertisement

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Embed widget