નવી દિલ્હીઃ લઘુમતીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે તે અમે નરેન્દ્ર મોદી અને તેની સરકારને બતાવીશું. તેમ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાને કરેલા નિવેદન બાદ ભારતના રાજકારણીઓ સહિત અન્ય લોકોએ ઈમરાન ખાનને આડે હાથ લેવાનું શરૂ કર્યું છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફે કહ્યું કે, પાકિસ્તાન અમને ભાષણ ન આપે.
2/4
કૈફે કરેલા ટ્વિટનો સ્ક્રીન શોટ.
3/4
ઈમરાન ખાને લાહોરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓની તેમના ઉચિત અધિકાર મળે તે સુનિશ્ચિત કરવા યોગ્ય પગલાં ભરી રહી છે.
4/4
કૈફે ટ્વિટ કરીને કહ્યું કે, ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે ત્યાં લઘુમતીઓની સંખ્યા આશરે 20 ટકા હતી, જે હવે 2 ટકા રહી ગઈ છે. બીજી બાજુ આઝાદી બાદ ભારતમાં લઘુમતીઓની સંખ્યામાં વધારો થયો છે. પાકિસ્તાન એવો દેશ છે, જેણે કોઈપણ દેશને આવી સલાહ આપવી ન જોઈએ કે લઘુમતીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે.