નાણા વિભાગના સચિવ ગર્ગે જણાવ્યું કે, રૂ. 2000ની નોટ રૂ. 500, 200 અને 100ની સરખામણીએ ઓછી ચલણમાં રહે છે. રૂ. 2000ની નોટથી લેણદેણમાં પણ લોકોને તકલીફ થઈ રહી છે. તેથી અમે રૂ. 500ની નોટનું પ્રિન્ટિંગ વધારી દીધું છે. હવે રોજ 2.5થી 3 કરોડની કિંમત સુધીની રૂ. 500ની નોટનું પ્રિન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તે માંગ કરતા વધારે છે. તેમણે કહ્યું કે, અમે લોકોની લેણ-દેણની જરૂરિયાત પર ધ્યાન આપી રહ્યા છીએ.
2/5
ગર્ગે જણાવ્યું કે, સમગ્રદેશમાં રૂ. 2 હજારની નોટોનું કુલ રૂ. સાત લાખ કરોડની નોટ ચલણમાં છે. તે જરૂરિયાત કરતા વધારે છે. તેથી હવે વધારે રૂ. 2,000ની નોટ છાપવામાં આવતી નથી. હાલ સરકારે રૂ. 2,000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કર્યું છે.
3/5
ગર્ગે કહ્યું છે કે, આખા દેશની વાત કરવામાં આવે તો, કેશની સ્થિતિ હાલ ઘણી સારી છે. અત્યારે લોકો સુધી જરૂરિયાત પ્રમાણે ઘણી કેશ પહોંચાડવામાં આવી રહી છે અને વધેલી માગને પણ સારી રીતે પૂરી કરવામાં આવી રહી છે. હાલ દેશમાં કેશની કોઈ કમી નથી.
4/5
તેમણે કહ્યું કે, દેશમાં કેશની લેણ-દેણની સ્થિતિ સારી થઈ શકે અને રૂ. 500ની નોટની વધતી માગણીને પૂરી કરી શકાય તે માટે તેનું પ્રિન્ટિંગ વધારવામાં આવ્યું છે. ગર્ગે વધુમાં જણાવ્યું કે, ગયા સપ્તાહે જ અમે સમગ્ર દેશના કેશની સ્થિતિ જોઈ છે અને અમને ખબર પડી છે કે, 85 ટકા એટીએમ લોકોની જરૂરિયાતને પૂરી કરી રહ્યા છે.
5/5
નવી દિલ્હી: કેશની અછતને પૂરી કરવા માટે સરકારે રૂ. 500ની નોટોનું પ્રિન્ટિંગ વઘારી દીધું છે. રિઝર્વ બેન્ક હવે રોજ રૂ, 500ની અંદાજે 3 હજાર કરોડની કિંમતની નોટો છાપી રહી છે. નાણા વિભાગના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે આ માહિતી રવિવારે આપી હતી.