શોધખોળ કરો
કર્ણાટકમાં ચૂંટણી પૂર્ણ થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો ક્યાં પેટ્રોલ થયું 82 રૂપિયાને પાર?
1/5

રવિવારે 13 મેના રોજ દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: રૂ.74.63 અને 82.48 હતો જ્યારે ડીઝલનો ભાવ બંને સ્થાનો પર ક્રમશ: 65.93 અને 70.20 પ્રતિ લીટર હતો. આગામી સમયમાં આ ભાવ વધારાના કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર તેની અસર જોવા મળે તેવી સંભાવના છે. જેના કારણે ફરીથી મોંઘવારીમાં વધારો થાય તેવી શક્યતા છે.
2/5

ખાસ વાત એ છેકે છેલ્લા 14-15 મહિનામાં ક્રૂડ ઓઈલનો ભાવ પહેલી વખત 70 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચ્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થયો છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો કમજોર થઈ રહ્યો છે જેની અસર પણ સીધી રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળે છે.
Published at : 14 May 2018 12:55 PM (IST)
Tags :
Karnataka ElectionView More





















