5. પેટ્રોલ પંપ પર પણ છુટા રૂપિયાની મુશ્કેલીઃ સરકારે પેટ્રોલ પંપ પર 24 નવેમ્બર સુધી 500 અને 1000ની જૂની નોટો બદલાવવાની મંજૂરી આપી છે. લોકો પોતાની જૂની નોટથી પેટ્રોલ ભરાવવા જાય છે પરંતુ છુટાના ઝંઝટથી ચવા માટે પેટ્રોલ પંપવાળા પૂરું 500નું પેટ્રોલ ભરાવવા માટે કહે છે અથવા ના પાડી દે છે.
2/6
4. ભીડ થવાનો ડરઃ કહેવાય છે કે, સરકારના આ પગલાથી પેટ્રોલ પંપ પર પણ બેંકો અને એટીએમ જેવી ભીડ જમા થશે. તેના કારણે એવા લોકોને મુશ્કેલી થઈ શકે છે જે પેટ્રોલ પૂરાવવા માટે આવ્યા હોય.
3/6
3. આવનારા દિવસોમાં HDFC Bank, Citibank અને ICICI Bankને જોડવામાં આવશેઃ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, આવનારા ત્રણ દિવસોમાં 20 હજાર પેટ્રોલ પંપ પર આ સુવિધા આપવામાં આવશે. આ પેટ્રોલ એવા હશે જ્યાં HDFC Bank, Citibank અને ICICI Bankના સ્વાઈપ મશીન હશે.
4/6
નવી દિલ્હીઃ રોકડના કકળાટ વચ્ચે સરકારે ગુરુવારે કેટલાક પસંદગીના પેટ્રોલ પંપ પર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને રોજના 2,000 કરોડ રૂપિયા સુધીની રોકડ ઉપાડવાની મંજૂરી આપી દીધી છે. આ સુવિધા દેશના 2500 પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ હશે. પરંતુ પેટ્રોલ પંપ પર રૂપિયા મળશે તે આશાએ જનારા લોકોએ આ પાંચ વાત જાણી લેવી જરૂરી છે.
5/6
1. માત્ર ડેબિટ કાર્ડધારકને જ સુવિધાઃ પેટ્રોલ પંપથી રૂપિયા ઉપાડવા માટે તમારી પાસે ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. પાસબુકની મદદથી રૂપિયા ઉપાડી શકાશે નહીં.
6/6
2. પસંદગીના પેટ્રોલ પંપ પર જ સુવિધાઃ રૂપિયા ઉપાડવાની સુવિધા હાલમાં 2500 પેટ્રોલ પંપ પર જ હશે જેના પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ના સ્વાઈપ મશીન લાગેલ હશે.