નવી દિલ્હીઃ આજે આખા દેશમાં દિવાળીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમામ દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન મોદી જવાનો સાથે દિવાળી મનાવવા માટે એલઓસી પર જમ્મુ કાશ્મીરના ગુરેજ સેક્ટર પહોંચ્યા હતા.
2/3
વડાપ્રધાન મોદી સવારે શ્રીનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ગુરેજ સેક્ટર પર રવાના થયા છે. તેમની સાથે સૈન્ય પ્રમુખ જનરલ બિપિન રાવત પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે 2014માં વડાપ્રધાન બન્યા બાદથી મોદીએ તમામ દિવાળી જવાનો સાથે મનાવી છે.
3/3
રાષ્ટ્રપતિ કોવિંદે ટ્વિટ કરી દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું કે, તમામ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ. બીજાના પ્રત્યે સંવેદના અને પર્યાવરણ પ્રત્યે સજાગતા સાથે દિવાળી મનાવો.