શોધખોળ કરો

અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાલાલ પટેલ: બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ.
  • અમદાવાદ, ગાંધીનગરમાં 24 કલાક સુધી વરસાદનું જોર રહેશે.
  • ઉત્તર, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ.
  • 27 જુલાઈ બાદ વધુ એક વરસાદી રાઉન્ડ સક્રિય થશે.

અમદાવાદ: રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના યથાવત રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક સુધી વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત, તેમણે 27 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થવાની પણ આગાહી કરી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક સુધી વરસાદનું જોર યથાવત રહેશે. ખાસ કરીને એસજી હાઈવેથી એસપી રિંગ રોડ વિસ્તાર, તેમજ નરોડા, નિકોલ અને શહેરના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાઈ શકે છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ચેતવણી

તેમણે જણાવ્યું કે મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ આગામી કલાકોમાં વરસાદનું જોર વધી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સુરત, નવસારી, ભરૂચ, તાપી અને નર્મદા જિલ્લામાં હાલ વરસાદનું જોર યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે નદી-નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રને લઈને પણ તેમણે ચેતવણી આપી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટ અને હળવદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને સ્થાનિક સ્તરે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

27 જુલાઈ બાદ ફરી સક્રિય થશે વરસાદી સિસ્ટમ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર ચાલુ રહેશે. તેમણે આગાહી કરી છે કે 27 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે, જેમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો- ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

ઓગસ્ટમાં પણ અણધાર્યા વરસાદની શક્યતા

તેમણે વધુમાં જણાવ્યું કે ચોમાસું હજુ સક્રિય રહેશે અને ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અણધાર્યા ભારે વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે. ખેડૂતો, પ્રવાસીઓ અને નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
હવામાન વિભાગની નવી આગાહી: 4 થી 9 ઓગસ્ટ દરમિયાન આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
Embed widget