પીએમ મોદીએ પુતિનને કહ્યું કે, ‘પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા બાદ તમે ભારત આવ્યા હતા. તે સમયે અટલ બિહારી વાજપેયી તત્કાલિન વડાપ્રધાન હતા. તે સમયે તમે ભારતને જીવંત લોકતંત્ર ગણાવ્યું હતું. જેને લઈ ભારતના લોકો આજે પણ તમને યાદ કરે છે. ભારત અને રશિયા ઘણા જૂનો મિત્રો છે. આપણો સંબંધ અતૂટ છે.’
2/4
પીએમ મોદીએ કહ્યું કે ‘રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મારા નજીકના મિત્ર પણ છે. સોચિમાં અનૌપચારિક મુલાકાત માટે આમંત્રણ આપવા બદલ તેમનો આભાર.’
3/4
મોદીએ કહ્યું કે, ‘મને ફોર પર તમને અભિનંદન આપવાનો અવસર મળ્યો હતો પરંતુ આજે મળીને અભિનંદન પાઠવવાનું સૌભાગ્ય મળ્યું. ભારતના સવા સો કરોડ દેશવાસીઓ તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. વર્ષ 2000માં પદભાર સંભાળ્યા બાદથી તમારો ભારત સાથે અતૂટ સંબંધ રહ્યો છે.’
4/4
સોચીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની રશિયાની મુલાકાતે છે. સોચી પહોંચ્યા પછી તેમણે લંચ બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. મોદીએ પુતિનને ચોથી વખત રશિયાના રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ પુતિનને તેમના પ્રથમ ભારત પ્રવાસ અને તત્કાલિન પીએમ એટલ બિહારી વાજપેયી સાથે મુલાકાતની પણ યાદ અપાવી હતી.