ભાજપ અને આરએસએસ તેમજ તેમના વિવિધ સંગઠનોના વરિષ્ઠ પદાધિકારીઓની બેઠક હરિયાણાના સૂરજકુંડ ખાતે શરૂ થઇ ગઇ છે. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલશે. મિશન લોકસભા 2019ની રણનીતિ તૈયાર કરવાની દ્રષ્ટિએ આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
2/3
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ RSS અને ભાજપના પ્રમુખ નેતાઓને રાત્રિ ભોજન માટે બોલાવ્યાં છે. આ ડીનર ડીપ્લોમેસીમાં આગામી 2019ની લોકસભાની ચૂંટણી પર મહામંથન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2019માં યોજાનારી લોકસભા ચૂંટણી તેમજ ત્રણ રાજ્યોમાં આ વર્ષના અંતે યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇને મહામંથન કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયં સેવક અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નેતાઓને ડીનર માટે આમંત્રણ આપ્યું છે.
3/3
સૂત્રોની જાણકારી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે પણ આ પ્રકારના ડીનરનું આયોજન કર્યું હતું. આ બેઠક એવા સમયે યોજાઇ રહી છે જ્યારે ભાજપ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ખાસ કરીને છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહ્યું છે. ભાજપાને આ બંને રાજ્યોમાં સત્તા ટકાવી રાખવા RSSની મદદ લેવી પડે તેવું સૂત્રોનુ માનવું છે.