વરૂણ ગાંધી કૉંગ્રેસમાં સામેલ થવાની વાતે ત્યારે જોર પકડ્યું જ્યારે તેઓ દિલ્હીમાં આયોજીત પાર્ટી કાર્યકારિણી બેઠકમાં હાજર નહોતા રહ્યા. પરંતુ હાલ સુધી વરૂણ ગાંધીએ આ મુદ્દે કોઈ નિવેદન નથી આપ્યું. વરૂણ ગાંધી સુલતાનપુરથી સાંસદ છે તેમની માતા મેનકા ગાંધી ભાજપ સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી છે. મેનકા ગાંધી પીલીભીતથી સાંસદ છે.
2/3
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના નેતા વરૂણ ગાંધીની કૉંગ્રેસમાં જોડાવાની અટકળો પર રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે. ઓડિશામાં એક કાર્યક્રમ દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, મને આ બાબતે કોઈ જાણકારી નથી. રાહુલ ગાંધીએ કહ્યું, મને વરૂણ ગાંધીના કૉંગ્રેસમાં જોડાવવા સંબંધી અટકળો વિશે કોઈ જાણકારી નથી.
3/3
ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી ચુક્યો છે કે વરૂણ ગાંધી આવનારા સમયમાં કૉંગ્રેસમાં સામેલ થઈ શકે છે. વરૂણ ગાંધી પણ ઘણી વખત પોતાની જ પાર્ટીની વિરૂદ્ધમાં નિવેદનો પણ આપી ચુક્યા છે.