રાફેલ ડીલને લઈને પણ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, રાફેલ ડીલ પણ ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી છે. રાફેલ ડીલની તપાસ જેપીસી પાસે કેમ નથી કરાવવામાં આવતી.
2/4
રાહુલ ગાંધીએ કહ્યું, નોટબંધીના પોતાના નિર્ણય પર પીએમ મોદીએ દેશની જનતાને જવાબ આપવો જોઈએ. દેશમાં 70 વર્ષોમાં કોઈએ આવુ નથી કર્યું. તેમણે કહ્યું, આરબીઆઈના રીપોર્ટથી સાબિત થાય છે કે નોટબંધીથી કોઈ ફાયદો નથી થયો. નોટબંધી માત્ર કાળાનાણાને સફેદ કરવા માટે લાગૂ કરવામાં આવી હતી.
3/4
રાહુલ ગાંધીએ કહ્યું, નોટબંધી એક કૌભાંડ છે. કાળાનાણાને સફેદ કરવા માટે નોટબંધી કરવામાં આવી હતી. તેમણે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર આરોપ લગાવતા કહ્યું, જે બેંકમાં અમિત શાહ ડાયરેક્ટર હતા, તેમાં 700 કરોડ રૂપિયા બદલવામાં આવ્યા. તેનો જવાબ પણ આપવો જોઈએ.
4/4
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી નોટબંધીને લઈને પધ્રાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું, નોટબંધીને લઈને પીએમ મોદીએ દેશને જવાબ આપવો જોઈએ કે દેશનું આટલુ નુકસાન કેમ કર્યું. રાહલુ ગાંધીએ કહ્યું દેશના જીડીપીમાં તેનાથી બે ટકાનો ઘટાડો આવ્યો છે અને તેનાથી હજારો લોકો બેરોજગાર થયા છે. લોકોના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા છે.