નોંધનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીના વિમાનમાં અચાનક ટેકનિક ખરાબી આવી ગઇ હતી અને તે હજારો ફૂટ નીચે આવી ગયું હતું. ત્યારબાદ તેમને દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત કોંગ્રેસની રેલીમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતુ કે તેમને કૈલાશ યાત્રાનો સંકલ્પ લીધો છે.
2/5
દિલ્હીથી નેપાળ માટે રવાના થતાં પહેલા ગાંધીએ ટ્વીટ દ્વારા કહ્યું હતું કે, "ॐ અસતો મા સદ્રમય. તમસો મા જ્યોર્તિર્ગમય. મૃત્યોર્મામૃતમ ગમય. ॐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ॥'
3/5
આ પહેલા રાહુલ ટ્વીટ કરીને કહ્યું કે, "જ્યારે બુલાવો આવે છે ત્યારે કોઇ વ્યક્તિ કૈલાશ જાય છે. હું આ વાતથી ખુબ ખુશ છું કે મને આ મોકો મળ્યો અને આ સુંદર યાત્રામાં જે જોઇશ તેને તમારી સાથે શેર કરી શકીશ." ઉલ્લેખનીય છે કે, તે ગઇ 31 ઓગસ્ટે આ યાત્રા માટે નેપાલ રવાના થયા હતા, જ્યાંથી તેમને કૈલાશ માટે પ્રસ્થાન કર્યું હતું.
4/5
રાહુલ ટ્વીટર પર માનસરોવર તળાવની કેટલીક તસવીરો શેર અને કહ્યું કે, "માનસરોવર તળાવનું પાણી બહુજ મંદ અને શાંત છે. તે બધુ જ આપે છે અને કંઇજ નથી ખોતો. કોઇપણ અહીંનું પાણી પી શકે છે. આ જ કારણ છે કે આપણે ભારતમાં આ પાણીની પૂજા કરીએ છીએ."
5/5
નવી દિલ્હીઃ કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે સોશ્યલ મીડિયા પર માનસરોવર તળાવની તસવીર શેર કરીને કહ્યું કે, અહીં કોઇ દ્વેષ નથી.