શોધખોળ કરો
અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત પર રાજ ઠાકારએ કાર્ટૂન દ્વારા કર્યો કટાક્ષ
1/3

જોકે, બન્ને નેતાઓની વાતચીત નિષ્ફળ રહી કારણ કે આ મીટિંગના એક દિવસ બાદ જ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, શિવસેના 2019માં એકલા હાથે ચૂંટણી લડશે. તેણે કહ્યું કે, શિવસનેા અમિત શાહનો એજન્ડા જાણે છે.
2/3

નવી દિલ્હીઃ ભાજપના પ્રમુખ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાલમાં મળેલી બેઠકને લઈને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકારએ કાર્ટૂન દ્વારા કટાક્ષ કર્યો છે. આ કાર્ટૂનમાં બન્ને નેતાના હાથમાં ચાકૂ લઈને ગળે મળતા દર્શાવવામાં આવ્યા છે. તેનું ટાઈટલ ‘મીટિંગ એન્ડ મન કી બાત’ રાખવામાં આવ્યું છે. આ પહેલા પણ રાજ ઠાકરે કાર્ટૂન દ્વારા કટાક્ષ કરી ચૂક્યા છે. તેણે મોદી સરકારમાંથી બે ટીડીપીના મંત્રીઓના રાજીનામા પર પણ કાર્ટૂન બનાવ્યું હતું.
Published at : 09 Jun 2018 10:54 AM (IST)
View More





















