જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે આજે 32 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે દ્વારા અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહેલા જસવંત સિંહના પુત્ર માનવેંદ્ર સિંહને ઝાલરાપાટનથી ઉમેદવાર બનાવ્યા છે. આ સીટ પરથી મુખ્યમંત્રી વસુંધરા રાજે ઉમેદવાર છે. તેમણે માનવેન્દ્રના નામની જાહેરાતના થોડા સમય પહેલા જ ઉમેદવારી પત્ર ભર્યું હતું.
2/5
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરેલા 32 ઉમેદવારોની બીજી યાદી.
3/5
બીજેપીમાંથી ટિકિટ ન મળ્યા બાદ જસવંત સિંહે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. મોદી લહેર છતાં જસવંત સિંહ 4 લાખથી વધારે વોટ મેળવવામાં સફળ રહ્યા હતા. માનવેન્દ્રએ આ ચૂંટણીમાં પિતા સામે અને બીજેપી ઉમેદવાર સોનારામ ચૌધરી માટે ચૂંટણી પ્રચાર કરવાની ના પાડી હતી. જેના કારણે તેમણે ચૂંટણી બાદ બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી બહાર કરવાની સાથે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
4/5
જસવંત સિંહ અને સીએમ વસુંધરા રાજે વચ્ચે પહેલા સારા સંબંધો હતા પરંતુ છેલ્લા થોડા વર્ષોથી તેમાં ખટાશ આવી ગઈ હતું. જેનું કારણ એ હતું કે 2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપીએ બાડમેરમાં જસવંત સિંહના બદલે કર્નલ સોનારામ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા. જસવંતની ટિકિટ કપાવા પાછળ વસુંધરા રાજે મુખ્ય કારણ માનવામાં આવતી હતી.
5/5
17 ઓક્ટોબરે માનવેન્દ્રએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો હતો. તેમના પિતા જસવંત સિંહ ભાજપના સંસ્થાપક સભ્યો પૈકીના એક છે. માનવેંદ્ર સિંહે સપ્ટેમ્બરમાં રાજસ્થાનના બાડમેરમાં એક જનસાભામાં બીજેપી છોડવાની જાહેરાત કરી હતી. તેમણે જનસભામાં કહ્યું હતું કે, કમળનું ફૂલ અમારી એક ભૂલ હતી.