જ્યારે આ ગામમાંથી કોઈ યુવક-યુવતીની સગાઈ માટે વાત આવતી ત્યારે સામા પક્ષના લોકો તરત જ ના પાડી હતી. પરંતુ જ્યારે 22 વર્ષ બાદ ગામમાંથી જાન નીકળી ત્યારે ગામલોકોની ખુશીનો પાર નહોતો.
2/7
જયપુરઃ રાજસ્થાનના ધૌલપુર જિલ્લાથી 5 કિલોમીટર દૂર આવેલા રાજઘાટ ગામના યુવકો સાથે કોઈ પણ વ્યક્તિ તેમની દીકરીના લગ્ન નહોતા કરાવતા. આ ઉપરાંત આ ગામની દીકરી સાથે પણ અન્ય ગામના યુવકો લગ્ન કરતાં પહેલાં અચકાતા હતા. જેના કારણે આજની તારીખે ગામમાં કુંવારા યુવક-યવુતીઓની સંખ્યા ઘણી વધારે છે. આ સ્થિતિ પાંચ-દસ વર્ષથી નહીં પરંતુ છેલ્લા 22 વર્ષથી ચાલી આવતી હતી.
3/7
ગામ લોકોએ હજુ સુધી ટીવી-ફ્રીજ પણ જોયા નથી. મૂળભૂત સુવિધાઓ ઉપરાંત સાક્ષરતાની વાત કરવામાં આવે તો ગામમાં સાક્ષર લોકોની સંખ્યા પણ આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે. ગામમાંથી માત્ર બે મહિલા જ તેમના નામ લખી શકે છે.
4/7
આ ગામમાં છેલ્લે 1996માં કોઈ યુવકના લગ્ન થયા હતા. પવનની જાન 29 એપ્રિલના રોજ મધ્યપ્રદેશના કુસૈત ગામ જવા રવાના થઈ હતી. જ્યારે પવન દુલ્હન લઈને ગામમાં આવ્યો ત્યારે ત્યાં ખુશીની લહેર છવાઈ ગઈ. પવનના લગ્ન બાદ ગામ લોકોમાં એવી આશા જાગી છે કે સરકાર હવે અહીંયાની મૂળભૂત સુવિધાઓ પર જલ્દી ધ્યાન આપશે. તેથી યુવાઓના લગ્ન ઝડપથી થઈ શકે.
5/7
આ ગામમાં 40 કુટુંબના થઈ કુલ 300થી વધારે લોકો રહે છે. આ ગામના રહેવાસીઓ અત્યંત ગરીબ છે અને તેમને સરકારની યોજનાઓનો પણ લાભ મળતો નથી. આટલા વર્ષો સુધી ગામમાં દુલ્હન ન આવવાનું એકમાત્ર કારણ પાયાની સુવિધાનો અભાવ છે.
6/7
આ ગામના યુવક-યુવતીને પરણવા કોઈ તૈયાર ન હોવાનું કારણ ગામ અત્યંત પછાત હતું. અહીંયા વિકાસના નામ પર એક માત્ર પ્રાથમિક શાળા અને એક હેન્ડ પંપ છે. આ હેન્ડ પંપમાથી ખારું પાણી આવે છે.
7/7
રાજઘાટ ગામ ધોલપુર જિલ્લા મથકથી આમ તો માત્ર 5 કિમી જ દૂર છે. અહીંયા ન તો વીજળી કે પાણીની સુવિધા નથી. ગામના લોકો ચંબલ નદીનું પાણી પીવા મજબૂર છે. એક તરફ સરકાર દરેક ગામમાં શૌચાલય બનાવવાની વાત કરી રહી છે, ત્યારે હાલમાં પણ આ ગામના લોકો માટે શૌચાલય એક સપનું છે.