શોધખોળ કરો
આજે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે પ્રતિષ્ઠાનો જંગ, રાજ્યસભાના વાઈસ ચેરમેનની ચૂંટણીમાં આબરૂ દાવ પર, જાણો વિગત
1/3

નવી દિલ્હીઃ આજે રાજ્યસભામાં ઉપસભાપતિ ચૂંટણી માટે વોટિંગ થશે. કોંગ્રેસને ઉપસભાપતિના પદ માટે એનડીએના ઉમેદવાર જેડીયૂના હરિવંશને માત આપવા માટે પોતાના પક્ષના બી કે હરિપ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. આજે મોદી સરકાર માટે પ્રતિષ્ઠાનો જંગ છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પોતાના પક્ષના હરિવંશની જીત પાક્કી કરવા માટે નીતીશ કુમારે અનેકનેતાઓ સાથે ફોન પર વાત કરી છે.
2/3

બીજેડી જનતા દળના મુખિયા બીજૂ પટનાયકે મોડી રાતે હરિવંશ સિંહને સમર્થન આપવાની જાહેરાત કરી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ (આપ) જેડીયુને સમર્થન આપવાનો પ્રસ્તાવ નકારી દીધો છે. સાંસદ સંજય સિંહે કહ્યું કે, પાર્ટી આ ચૂંટણીનો બહિષ્કાર કરશે. પીડીપી પણ મતદાનમાં હાજર રહેશે નહીં. રાજ્ય સંસદીય મંત્રી વિજય ગોયલે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અમારી પાસે પૂરતું સંખ્યા બળ છે. અમને આશા છે કે, હરિવંશજી સરળતાથી ચૂંટણી જીતી જશે. જો ડેપ્યૂટી ચેરમેન દરેક પાર્ટીની સહમતી સાથે ચૂંટાય તો વધારે સારી વાત છે.
Published at : 09 Aug 2018 10:02 AM (IST)
View More




















