રાષ્ટ્રપતિ દ્વારા અધ્યાદેશને મંજૂરી મળતા જ આ હવે આ કાયદો બની ગયો છે. હવે 12 વર્ષ સુધીની બાળકી સાથે રેપના આરોપીઓને મોતની સજા મળશે. કેબિનેટે 'પ્રૉટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સૂઅલ ઓફેન્સ' એટલે POCSO એક્ટમાં સંશોધનનો પ્રસ્તાવ કર્યો હતો.
2/6
3/6
અત્યાર સુધી આ કાયદામાં દોષીઓ માટે મોતીની સજાની જોગવાઇ ન હતી. કઠુઆમાં આઠ વર્ષની માસૂમ બાળકીની સાથે બળાત્કાર અને ત્યારબાદ હત્યાની ઘટના બાદ આવા અપરાધ માટે ફાંસીની સજાની માંગ ઉઠી રહી હતી. માસૂમો સાથેની વધતી બળાત્કારની ઘટનાઓને લઇને રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને વડાપ્રધાનનું ધ્યાન આ તરફ ખેંચ્યું હતું.
4/6
નોંધનીય છે કે, જમ્મુના કઠુઆ અને ઉત્તરપ્રદેશના એટામાં માસૂમ બાળકીઓની સાથે બળાત્કારની ઘટનાઓએ દેશને હચમાચવી નાંખ્યો છે, તે બાદ સરકારે બાળકીઓ સાથે રેપ કરવા વાળાઓ માટે કડક સજાની જોગવાઇ કરવાનો નિર્ણય કરી લીધો છે.
5/6
નવા કાયદા પ્રમાણે, માસૂમો સાથે રેપના મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. ફોરેન્સિક તપાસ માટે સબૂતો એઠકા કરવાની વ્યવસ્થા અને મજબૂત કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. એટલું જ નહીં બે મહિનામાં ટ્રાયલ પુરો કરી દેવો પડશે. જો અપીલ નોંધવામાં આવે છે તો 6 મહિનામાં તેનો નિપટારો કરવો પડશે. માસૂમ બાળકી સાથેના કેસને કુલ 10 મહિનામાં પુરો કરવો પડશે.
6/6
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે POCSO એક્ટમાં સંશોધન વાળા અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે. શનિવારે જ વડાપ્રધાન નિવાસ પર કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અધ્યાદેશ લાવવામાં આવ્યો હતો. આને મંજૂરી માટે રાષ્ટ્રપતિની પાસે મોકલવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિએ પણ કોઇપણ જાતની રાહ જોયા વિના આના પર મંજૂરીની મહોર મારી દીધી છે.